અન્ય યુવતી સાથે ફલર્ટિંગ કરતાં પતિ સામે પત્નીની પોલીસ ફરિયાદ
03, એપ્રીલ 2023

વડોદરા, તા. ૦૩

પરણિતાએ ત્રાસ આપતા પતિ, સાસુ-સસરા, સાસુના માતા અને દિયર સામે મકરપુરા પોલીસ સ્ટેશમાં ફરિયાદ નોંધાવી છે. પરણિતાએ નોંધાવેલી ફરિયાદમાં આક્ષેપ કરીને પોતાની આપવીતી જણાવી હતી કે, મારા પતિ ફોનમાં કોઇ છોકરી સાથે વાત કરે છે અને તેઓ કહે છે કે હુ તો જસ્ટ ફલર્ટિંગ કરૂ છું આ ઉપરાંત હું કપડા બદલુ તો મારા દિયર ઉભા ઉભા જાેયા કરે છે.

પરણિત મહિલાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતુ કે, ૨૦૧૯માં છોટાઉદેપુર જીલ્લાના બોડેલીમાં રહેતા જયવીરસિંહ પ્રવિણસિંહ રાણા સાથે મારા લગ્ન થયા હતા. શરૂઆતમાં મારા પતિ મને સારી રીતે રાખતા હતાં. લગ્નના ચાર મહિના બાદ મને ખબર પડી હતી કે, તેમને મારાથી તેમની ખરાબ આદતો છુપાવીને મારી સાથે લગ્ન કર્યા છે. જેથી આ અંગે મે મારા પતિને પૂછતા તેમને મને ઢોર માર માર્યો હતો અને કહ્યુ હતુ કે, હું તો આવો જ છુ તારે જે કરવું હોય તે કર. ત્યારબાદ મારા સાસુ મનીષાબા અમારી વાતો સાંભળીને મને બિભત્સ ગાળો આપવા લાગ્યા હતા અને મારા સાસુ સસરાએ મને કહ્યુ હતું કે, તારા બાપાએ દહેજમાં શું આપ્યું છે ? તો આટલુ જાેર કરીને મારા દિકરાને દબાણ કરે છે. જાે કે મારા પતિને આ અંગે વાત કરતા તેઓ કહેતા કે ધીરે ધીરે બધુ સેટ થઇ જશે. અમારો સંસાર ન તૂટે તે માટે હું બધુ મુંગા મોઢે સહન કરતી હતીં. ત્યારબાદ મે મારા પિતાને ફોન કર્યો હતો . જેથી મારા સાસુએ મારા હાથમાંથી ફોન ઝુંટવી લીધો હતો અને કહ્યું હતું કે, મારા દિકરાનો ફોન તારે અડવુ નહી. તેમ કહીને મને જાેરથી ધક્કો માર્યો હતો જેથી હું બેભાન થઇ જતા સાંજ સુધી પણ હું ન ઉઠતા મને હોસ્પિટલમાં દાખલ કરી હતી. મને મારા જીવને જાેખમ લાગતા ૧૮૧ ઉપર ફોન કર્યો હતો અને પોલીસને બોલાવી હતી. આ મામલે પરણીતાએ પતિ, સાસુ,સાસરા, સાસુના માતા અને દિયર સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution