કચ્છ, કચ્છના અંજાર તાલુકાના દુધઈ ગામમાં ચૂંટણીના વિજય સરઘસ દરમિયાન ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના કથિત નારા મામલે નવો વળાંક આવ્યો છે. પૂર્વ કચ્છ એસપી મયુર પાટીલે વાઈરલ વીડિયોની તપાસ બાદ કહ્યું છે કે, આ વીડિયોને ખોટી રીતે પ્રકાશિત કરાયો છે. વીડિયોમાં જે નારાઓ લાગી રહ્યા છે તે ‘રાધુભાઈ ઝિંદાબાદ’ના છે. વીડિયોનો ખોટી રીતે પ્રકાશિત કરનારની ઓળખ કરી કાર્યવાહી કરવામા આવશે.અંજાર તાલુકાના દુધઈ ગામમાં ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ વિજય સરઘસ યોજાયું હતું. જેમાં ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લાગ્યા હોવાની વિગતો સાથે વીડિયો વાઈરલ થયો હતો. વાઈરલ વીડિયોની તપાસ માટે ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા તપાસન આદેશ આપવામા આવ્યા હતા. વીડિયોની તપાસ કર્યા બાદ કચ્છ પોલીસ દ્વારા ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારાઓ લાગ્યા હોવાનો ઈન્કાર કર્યો છે. વીડિયોનો ખોટી રીતે પ્રકાશિત કરાયો હોવાનો દાવો કરાયો છે. વીડિયોને ખોટી રીતે વાઈરલ કરનાર સામે પણ કાર્યવાહી કરાશે.