ઢોર ચોરીના રીઢા ભાગેડુ આરોપીને પોકેટ કોપ મોબાઇલની મદદથી દબોચતી પોલીસ
21, ઓક્ટોબર 2020

મોડાસા-

અરવલ્લી જીલ્લાના મોડાસા રૂરલ પોલીસ મથક અને ભિલોડા પોલીસ મથકના પશું તસ્કરીના ગુનાનો રીઢા આરોપીને આજરોજ મોડાસા ટાઉન પોલીસે દબોચ્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે. મોડાસા રૂરલ પોલીસ અને ભિલોડા પોલીસના ચોપડે નોંધાયેલા પશું તસ્કરીના ગુનાનો રીઢો ગુનેગાર બે વર્ષથી નાસતો ફરતો હતો. મોડાસા શહેરની નજીક આવેલો ચાંદટેકરી વિસ્તાર પશું તસ્કરી માટે બદનામ છે. જીલ્લા પોલીસ તંત્રએ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવાની ખાસ મુહિમના ભાગરૂપે મોડાસા ટાઉન પોલીસ ઈન્સ્પેક્ટર સી પી વાઘેલા અને તેમની ટીમના સર્વેલન્સ સ્કવોર્ડના માણસો મોડાસા ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમી મળેલ કે, મોડાસા રૂરલ પોલીસ મથકના અને ભિલોડા પોલીસ મથકનો પશું તસ્કરીનો ભાગેડુ આરોપી ફારૂકભાઈ પીરૂભાઈ મુલતાની રહે. ચાંદટેકરી તા મોડાસા જી અરવલ્લી મોડાસા બાયપાસ રોડ, ચાંદટેકરી ચાર રસ્તા પાસે આવવાનો હોવાની ચોક્કસ બાતમી આધારે, આરોપીની શોધખોળમાં હતા ત્યારે ઈ ગુજકોપ પોકેટ કોપ મોબાઇલની મદદથી રેકર્ડ પર ખાત્રી કરી પશું તસ્કરીના આ રીઢા આરોપીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution