રાજકોટમાં મહિલા ડ્રગ્સ પેડલરના દેશી દારૂના અડ્ડા પર પોલીસનો દરોડો
19, નવેમ્બર 2021

રાજકોટ, રાજકોટમાં અગાઉ ડ્રગ્સ અને ગાંજા સાથે પકડાયેલી સુધા ધામેલીયા હવે નામચીન ઇમરાન સાથે દેશી દારૂનું વેચાણ શરૂ કર્યાનું સામે આવ્યું છે. રાજકોટના રૈયાધાર વિસ્તારમાં સ્લમ ક્વાર્ટરમાં ઇમરાન ઉર્ફે ગઢવી જાહિદ સમા સાથે મળી સુધા ધામેલીયાએ દેશી દારૂનું વેચાણ કરતી હોવાથી પોલીસે રેડ કરી હતી. દરોડા દરમિયાન સ્થળ પરથી ૧૫ લીટર દેશી દારૂ કબ્જે કરી ફરાર મહિલા આરોપી સુધા ધામેલીયાની શોધખોળ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ યુનિવર્સિટી પોલીસ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, અગાઉ માદક પદાર્થ સાથે પકડાયેલી સુધા ધામેલીયા હવે દેશી દારૂનું વેચાણ શરૂ કર્યું છે. આ બાતમીના આધારે દરોડો પાડી રૈયાધાર સ્લમ ક્વાર્ટર નંબર ૫૦૬માંથી દેશી દારૂ ૧૫ લીટર કબ્જે કરી ઇમરાન ઉર્ફે ગઢવી જાહીદભાઇ સમાની ધરપકડ કરી ફરાર સુધા ધામેલીયાની શોધખોળ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા પૂર્વ ક્રિકેટરની માતાએ સુધા ધામેલીયાનું નામ મુખ્ય ડ્રગ્સ પેડલર તરીકે આપ્યું હતું. આ સાથે સુધા ધામેલીયા વિરૂદ્ધ અગાઉ પ્રદ્યુમનનગર પોલીસમાં રાયોટિંગ, યુનિવર્સિટીમાં જુગારનો અને બી-ડિવીઝનમાં દ્ગડ્ઢઁજીનો કેસ નોંધાયો હતો. જ્યારે ઇમરાન ઉર્ફે ગઢવી વિરૂદ્ધ એ-ડિવીઝન, રેલવે, ડીસીબીમાં દારૂના અને બી-ડિવીઝનમાં અપહરણ-હત્યાનો કેસ મળી કુલ છ ગુના નોંધાઇ ચૂક્યા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution