લોકસત્તા વિશેષ , નિરજ પટેલ, વડોદરા

ગુજરાત-મહારાષ્ટ્રમાં મોટી આતંકવાદી ઘટનાને અંજામ ડોન દાઉદ ઈબ્રાહિમ સક્રિય થયો હોવાના ઈન્ટેલિજન્સ વિભાગે આપેલા સિરિયલ એલર્ટ અંગેના ‘લોકસત્તા-જનસત્તા’એ પ્રસિદ્ધ કરેલી સ્ફોટક સમાચાર શ્રેણી કેટલી સચોટ છે તેના દસ્તાવેજી પુરાવારૂપે વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંગહ ગેહલોતે તા.ર૭-પ-ર૦ર૦ના રોજ જાહેરનામા ક્રમાંક નં. ૮૩૯/૨૦માં નમુદ કરેલ વિગતો આ સાથે અત્રે પ્રસ્તુત છે જે દર્શાવે છે કે વિશ્વકક્ષાના આતંકવાદી હુમલા માટે ‘સિરિયલ એલર્ટ’ની સ્‌ૂચના ગર્ભિત શબ્દોમાં આપી પોલીસતંત્રને સક્રિય કરવામાં આવ્યું છે.

પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની સહી સાથેના ઉપરોક્ત ત્રણ જુદા જુદા જાહેરનામાના હુકમમાં ગુપ્તચર સંસ્થાઓના વખતોવખતના અહેવાલો તેમજ ભૂતકાળમાં અમદાવાદ શહેર ખાતે થયેલ બોમ્બ બ્લાસ્ટ તેમજ વડોદરામાંથી પણ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓ પકડાયા હતા તેમજ મુંબઈ શહેરમાં ત્રાસવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર અને સ્ફોટક પદાર્થનો તથા હેન્ડગ્રેનેડના ભયાનક બ્લાસ્ટો કરી સમગ્ર શહેરને હચમચાવી દીધેલ. અમુક બનાવોથી જણાવેલ છે કે ત્રાસવાદીઓ/અસામાજિક ત¥વો બહારથી આવી શહેર વિસ્તારમાં ગુપ્ચ આશરો મેળવી જાહેર સલામતી તથા શાંતિનો ભંગ કરે છે તેમજ માનવીની જિંદગીની ખુવારી થાય અને જાહેર જનતાની જાનમાલ-મિલકતને નુકસાન પહોંચાડી ગુનાઓ આચરી નાસી છૂટતા હોય છે. આમ આ તમામ ગુનાહિત કામગીરીમાં ગુનેગારો એકબીજાના સંપર્ક માટે ફોનનો સતત ઉપયોગ કરતા હોવાનું તેમજ મોબાઈલ ફોનનો ઉપયોગ કરી ગુનાઓ કરતા હોવાનું તપાસ એજન્સીઓની તપાસમાં બહાર આવેલ છે, જેથી મોબાઈલ લે-વેચ કરનારા વેપારીઓ માટે કેટલીક શરતો લાદી છે.

આવા જ બીજા એક જાહેરનામામાં ભૂતકાળમાં બનેલ દેશવિરોધી તથા સમાજવિરોધી તપાસ દરમિયાન આરોપીઓ જેલમાં રહેલ કેદીઓ પણ સામેલ હોવાથી જેલમાં રહી મોબાઈલનો ઉપયોગ કરી ત્રાસવાદી પ્રવૃત્તિઓને અંજામ આપતા હોય છે. જેથી દેશની આંતરિક સલામતી તથા માનવજિંદગીની ખુવારી ન થાય અને લોકોની મિલકતને નુકસાન ન થાય એવા કૃત્યો અટકાવવા માટે સુરક્ષાને ધ્યાને લઈને મધ્યસ્થ જેલ વિસ્તારમાં નિયંત્રણો મુકાયા છે.

ત્રીજા જાહેરનામાના હુકમમાં વડોદરા શહેર પોલીસ કમિશનરેટ હદ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિÂસ્થતિ જળવાય તેમજ ઈન્ટેલિજન્સ બ્યૂરો તરફથી વખતોવખત આતંકવાદી પ્રવૃત્તિઓ સંબંધમાં મળતા ઈનપુટો અંગે આતંકવાદી/દેશવિરોધી પ્રવૃત્તિ કરતા અસામાજિક સંગઠનો દ્વારા શહેરની શાંતિ અને સલામતીને હાનિ પહોંચાડે નહીં અને આવી પ્રવૃત્તિઓ ઉપર નજર રાખવા સીસીટીવી કેમેરા લગાડવા અંગેનો હુકમ છે. આ જાહેરનામાના હુકમના આધારે શહેર ક્રાઈમ બ્રાન્ચ એક્શનમાં આવી ચૂકયું છે અને શહેરની આસપાસના વિસ્તારો ઉપરાંત નવાયાર્ડ, છાણી અને ફતેગંજમાં ખાસ તપાસ કરી છે. આ ઉપરાંત ટેકનિકલ સર્વેલન્સના આધારે મોબાઈલ કોલ્સ ઉપર નજર રાખવામાં આવી છે. સ્થાનિક પોલીસ દ્વારા આતંકવાદીઓની યોજના પાર ન પડે એ માટે તનતોડ મહેનત કરવામાં આવી રહી છે.