વડોદરા : બનાવટી માર્કશિટોમાં લાખો કમાયા બાદ પોતાની ડિમ્ડ યુનિવર્સિટીઓ ખોલી કરોડપતિ બનેલા ભાગીદારોમાં ભાગબટાઈનો ઝઘડો પડયા બાદ બળાત્કારની ખોટી ઊભી કરાયેલી મનાતી ફરિયાદમાં આરોપીને સાથે રાખી ગોત્રી પોલીસ મથકની ટીમ વિમાન માર્ગે ગોવા રવાના થઈ છે. બીજી તરફ આખા મામલામાં ભાગીદારના ઈશારે ડીસીબી ખાતે થયેલી કાર્યવાહીના અખબારી અહેવાલને પગલે ચોંકી ઊઠેલા ઉચ્ચ પોલીસ અધિકારીએ તપાસ શરૂ કરી છે. 

અગાઉ સામાન્ય જીવન જીતા અને વિદેશ જવા ઈચ્છુકોને નકલી માર્કશિટો પૂરી પાડવાનો વ્યવસાય કરતા વિક્કી સરદાર, નીરવ અગ્રવાલ અને યાદવ નામના ઈસમે આ વ્યવસાયમા લાખો રૂપિયા કમાઈ લીધા બાદ શહેરની મોટાભાગની એજ્યુકેશન અને ફોરેન સ્ટડી સાથે સંકળાયેલી ઓફિસોમાં નકલી માર્કશિટના આધારે અનેકને વિદેશના વિઝા મેળવવા માટેના ધંધામાં જાેડાયા હતા. બાદમાં આ ત્રણ મિત્રોએ કરોડો રૂપિયા કમાઈ લીધા બાદ ખુદની જ રાજસ્થાન, બિહાર, ઉત્તરાખંડ અને શિલોંગ ખાતે ડિમ્ડ યુનિ. હતી એ પહેલાં અહીંના ગોરખધંધામાં રક્ષણ મેળવવા માટે એક ઉચ્ચ પોલીસ અધિકારી સાથે સંબંધો વિકસાવી એની વિદેશી ટૂરના ખર્ચા ઉપાડયા હતા. નીરવ અગ્રવાલ, વિક્કી સરદાર અને યાદવ ઉપરાંત રજનીશ વાલિયા નામના ઈસમના કોલ ડિટેઈલ તપાસાય તો અનેક મોટા કૌભાંડ બહાર આવે એમ છે. બીજી તરફ અદાલતમાં રજૂ કરાયેલી નીરવ અગ્રવાલની પુરસીસના ડીસીબી પોલીસની શંકાસ્પદ ભૂમિકાના અખબારી અહેવાલથી ચોંકી ઊઠેલા ઉચ્ચ અધિકારીએ તાત્કાલિક તપાસ શરૂ કરતાં અગ્રવાલને ૧૦મી તારીખે ભદ્ર કચેરીની ઓફિસે લવાયો હોવાની વાતને સમર્થન મળ્યું હતું. હવે આ મામલે મોટી નાણાકીય લેવડદેવડ થઈ છે કે કેમ એની તપાસ શરૂ કરવામાં

આવી છે.