લોકડાયરામાં વાઘાણી અને રાદડિયા સાથે એક મંચ પર દેખાતા રાજકીય અટકળો તેજ
07, મે 2022

જામનગર, ગુજરાત કાૅંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ હાલ કાૅંગ્રેસથી નારાજ છે. તેઓ પોતાની નારાજગી જાહેર પણ કરી ચૂક્યા છે. તેની વચ્ચે ગુરુવારે જામનગરમાં ચાલી રહેલી ભાગવત સપ્તાહમાં ભાજપના નેતાઓ સાથે જાેવા મળતા હાર્દિક ભાજપમાં જાેડાઈ રહ્યા હોવાની ચર્ચા તેજ બની છે. જામનગરમાં હાર્દિક પટેલે ભાજપના નેતાઓ સાથે મળી લોકડાયરામાં રૂપિયા પણ ઉડાવતા જાેવા મળ્યા હતા. જાે કે, હાર્દિકે મિત્રતાના દાવે અહીં હાજરી આપી હોવાની વાત કરી ભાજપમાં જાેડાવાની વાત અફવા હોવાનું કહ્યું હતું. જામનગરમાં ચાલી રહેલી ભાગવત સપ્તાહમાં હાર્દિક પટેલની સાથે પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, પોરબંદરના સાંસદ રમેશ ધડુક, જામનગર ઉત્તરના ધારાસભ્ય હકુભા જાડેજા એક મંચ પર જાેવા મળ્યા હતા. લોકડાયરામાં ભાજપના નેતાઓની સાથે જ હાર્દિક પટેલ પણ રૂપિયાનો વરસાદ કરતા જાેવા મળ્યા હતા. લોકડાયરાના કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા હાર્દિક પટેલે લોકગાયકો પર રૂપિયાનો વરસાદ કર્યો હતો. ત્યારબાદ સામાજિક આગેવાનોએ પણ હાર્દિક પટેલ સહિતના નેતાઓ પર રૂપિયાનો વરસાદ કર્યો હતો. જામનગરમાં ચાલી રહેલી ભાગવત સપ્તાહની સાથે સાથે રાજનીતિ પણ ગરમાઈ રહી છે. નરેશ પટેલે અને સીઆર પાટીલ અહીં એકસાથે હાજર રહ્યા હતા. તો પ્રદેશ કાૅંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિકની સાથે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા જાેવા મળ્યા હતા.

કાૅંગ્રેસથી નારાજ હોવાનો હાર્દિકે સ્વીકાર કર્યો

જામનગરમાં હાર્દિક પટેલે કહ્યું હતું કે, પાર્ટી સાથે નારાજગી છે તેનું નિરાકરણ આવશે તો આગળ વધીશું અને નહીં આવે તો પણ આગળ વધીશું. હાર્દિક પટેલને જ્યારે પૂછાયું કે, શું તમારે નારાજગી મુદ્દે હાઈકમાન્ડ સાથે ચર્ચા થઈ છે? તો હાર્દિકે કહ્યું હતું કે મોવડી મંડળ સાથે વાત થઈ નથી. પણ, હું પણ ઈચ્છું છું કે ચર્ચા થઈ જાય.

શા માટે સો.મીડિયામાંથી કાૅંગ્રેસનો હોદો હટાવ્યો?

જામનગરમાં આજે જ્યારે હાર્દિક પટેલને આ સવાલ કરાયો તો તેમણે કહ્યું હતું કે, રાજકીય ઓળખાણ કરતા સૌથી મોટી ઓળખાણ એ છે કે હું ગુજરાતનો છું. મારો પ્રયાસ એટલો જ છે કે, ગુજરાતનું સારુ થાય.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution