બિહારની ચૂંટણીને કારણે સુશાંતના મોત પર રાજકારણ, CBI તપાસની જરુર નહોતી
19, ઓગ્સ્ટ 2020

મુંબઇ-

સુપ્રીમ કોર્ટે બોલિવૂડ સ્ટાર સુશાંત સિંહ રાજપુતના મોતની તપાસ સીબાઇને સોંપી છે. કોર્ટના આ ર્નિણય બાદ તેના પર થઇ રહેલા રાજકારણમાં પણ વધારો થયો છે. શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે મુંબઇ પોલિસ તપાસ કરવા માટે સક્ષમ હતી, આમા સીબીઆઇ તપાસની જરુર નહોતી. બિહારમાં હમણા વિધાનસભા ચૂંટણી આવી રહા છે, તેના કારણે આ અંગે રાજકારણ રમાઇ રહ્યું છે.

સુપ્રીમ કોર્ટના ર્નિણય બાદ તેમણે બિહારના ડીજીપી ગુપ્તેશ્વર પાંડે ઉપર પણ નિશાન સાધ્યું છે. સંજય રાઉતે કહ્યું કે, બિહારના ડીજીપી કઇ વાતથી એટલા બધા ખુશ થઇ રહ્યા છે કે નાચીને બધી જગ્યા પર બતાવી રહ્યા છે. વર્દીની પણ એક ગરિમા હોય છે, તેમના હાથમાં તો માત્ર હવે ભાજપનો ઝંડો આવવાનો બાકી છે. શું બિહારમાં ઓછા અપરાધ થઇ રહ્યા છે? અમે બિહારના પણ ઘણા કેસને સીબીઆઇ પાસે ટ્રાન્સફર થતા જાેયા છે. સંજય રાઉતે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અંગે પણ કહ્યું કે, નીતિશ કુમાર આમ તો સંયમી નેતા છે, પરંતુ રાજનીતિ સારા સારાનો સંયમ તોડી નાંખે છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution