વડોદરા

પૂજ્ય વ્રજરાજકુમારજી મહોદયની પ્રેરણાથી જળસંરક્ષણ અભિયાન તેમજ ભારતીય સંસ્કૃતિ સંરક્ષણ અભિયાનનો શુભારંભ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારથી ગુજરાતના અલગ અલગ ગામો, શહેરોમાં આ અભિયાન કાર્યરત થયું છે અને ૩૫,૦૦૦ ઘરોમાં જળસંરક્ષણ માટેની જાગૃતિ લાવવાની નેમ સાથે કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત માંજલપુરમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના ગુજરાત પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ અને વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડો. વિજયભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂ. વ્રજરાજકુમારજીએ જણાવ્યું હતું કે જળસંરક્ષણ કરવું એ પ્રત્યેક માનવીનું કર્તવ્ય છે. ફર્રૂંએ ભારતની પહેલી દ્ગય્ર્ં છે કે જે ઘર-ઘરમાં “જળસંરક્ષણ” કરવાનું અભિયાન હાથ ધર્યું છે.