પોરબંદર: અડવાણા હાઇવે પર કાર અને બાઇકનો અકસ્માત, બાઇક સવાર યુવકનું મોત
03, ફેબ્રુઆરી 2021

પોરબંદર-

અડવાણા હાઇવે પર બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા અકસ્માતમાં મહેન્દ્ર શિંગરખીયા નામના યુવકનું મૃત્યું થયું છે. જ્યારે બાઇકમાં સવાર બે યુવકોને ગંભીર ઇજા પહોંચતા પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. પોરબંદના અડવાણા હાઇવે પર ભારવાડા ગામ નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

અકસ્માત માં બાઇક માં સવાર બંને બંને યુવકને ગંભીર ઈજા પહોંચી હતી. બંને યુવકને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જો કે બંનેની સ્થિતિ વધુ ગંભીર જણાતા બંનેને ખાનગી હોસ્પિટલમાં ખેસેડાયા હતા. જો કે સારવાર દરમિયાન ઇજાગ્રસ્ત મહેન્દ્ર શિંગરખીયા નામના યુવકનું મૃત્યુ થયું છે જ્યારે જ્યારે રાહુલ સાદિયા નામનો યુવક હાલ સારવાર હેઠળ છે. પોરબંદના અડવાણા હાઇવે પર ભારવાડા ગામ નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ બંને યુવક પોરબંદના ભારવાડા ગામથી આરટીઓ કચેરી જઇ રહ્યાં હતા. આ દરમિયાન અકસ્માત સર્જોયો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution