પોરબંદર-

પોલીસ અધિક્ષકની સૂચનાના અનુસંધાને SOG પોલીસ ઇન્સપેકટર કે.આઇ. જાડેજા અને પોલીસ સબ ઇન્સપેકટર એચ.સી.ગોહિલે અલગ-અલગ ટીમો બનાવી ખાનગી રીતે તપાસ શરૂ કરી હતી. તે દરમિયાન PC વિપુલ મેરામભાઇ તથા PC સમીરભાઇ જુણેજાને મળેલી ચોક્કસ અને આધારભૂત રીતે માહિતી મળી હતી. પોલીસે ચોપાટી મેદાન પાસે રેઇડ કરતા આરોપી પ્રવીણ લખમણ સોલંકી ઉ.વ.19, પોરબંદરવાળાના કબજામાંથી ગાંજો તથા કેફી પદાર્થ 1,285 ગ્રામ કિંમત રૂપિયા 7,710/- તથા મોબાઇલ ફોન નંગ-1 કિંમત રૂપિયા 500/-ના કુલ મુદ્દામાલ 8,310/- સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. કમલાબાગ પોલીસ સ્ટેશને N.D.P.S. એકટની કલમ 8-સી, 20-બી, 29 હેઠળ ગુનો રજીસ્ટ્રર કરાયો છે.