ધ્રાંગધ્રા, ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર આવેલા ખાનગી ગોડાઉન ખાતે બુધવારે વહેલી સવારે તાલુકા પોલીસની બાતમીના આધારે સરકારી અનાજનો જથ્થો સગેવગે કરવાનુ કૌભાંડ તાલુકા પોલીસ દ્વારા ઝડપી પડાયો હતુ જ્યારે તાલુકા પોલીસે અનાજનો જથ્થો શંકાસ્પદ લાગતા તુરંત સ્થાનિક પુરવઠા વિભાગને જાણ કરી હતી અને પુરવઠા વિભાગનો સ્ટાફ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા પરંતુ સરકારી અનાજનો જથ્થો સરકારી હતો કે નહિ તે મામલે પુરવઠા વિભાગ દ્વારા સરકારી ગોડાઉનના મેનેજરને બોલાવી તપાસ કરતા મેનેજરે અનાજ સરકારી નહિ હોવાનો અધ્ધરતાલ જવાબ રજુ કયોઁ હતો જાેકે ખરેખર ખાનગી ગોડાઉનમાં સરકારી અનાજ માટે વપરાશ થતા બારદાન તથા સીલ હોવાનુ પોલીસ સુત્રો દ્વારા જણાવાયુ છે પરંતુ સરકારી અનાજને સગેવગે કૌભાંડમા સરકારી ગોડાઉનના કોન્ટ્રાક્ટર, રેશનીંગ દુકાન ધારક તથા અધિકારી સહિતના સામેલ હોવાની આશંકાને લઇને પુરવઠા વિભાગે મામલાને દબાવવા પ્રયત્નો હાથ ધયાઁ હતા.

જાેકે પુરવઠા વિભાગ દ્વારા પોલીસની હાજરીમાં જે તે સમયે જ આશરે ૨૩ લાખ રુપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ખાનગી ગોડાઉનમા સીલ માયાઁ હતા અને પુરવઠાના અધિકારી દ્વારા શંકાસ્પદ અનાજના જથ્થાના બિલ અને વાઉચર સહિતના કાગળો રજુ કરવા માલિકને જણાવાયુ હતુ. આ તરફ ખાનગી ગોડાઉનમાં દરોડા અને સીલ કરવાની કામગીરીના બે દિવસ બાદ પણ હજુ સુધી પુરવઠા વિભાગે ફરીયાદ હાથ નથી ધરી જેથી અનેક તકઁ-વિતઁક સજાયાઁ છે જ્યારે પુરવઠા વિભાગના ઇનચાજઁ અધિકારી મંજુબેન સોલંકી દ્વારા જણાવ્યુ હતુ કે “ મંગળવારે વહેલી સવારે શંકાસ્પદ અનાજનો જથ્થો ખાનગી ગોડાઉનમા હોવાની જાણ તાલુકા પોલીસ દ્વારા કરવામા આવેલ અને આ અનાજના જથ્થો સરકારી છે કે નહિ તેની તપાસ માટે સરકારી ગોડાઉનના મેનેજર રવીભાઇ સોલંકીને જાણ કરતા તેઓ દ્વારા જથ્થો સરકારી નહિ હોવાનુ જવાબ રજુ કરતા સમગ્ર કાયઁવાહી બાદ પુરવઠા દ્વારા આ તમામ રીપોટઁ જીલ્લા અધિકારીને મોકલી આપવામાં આવ્યા છે.

ત્યારે ખરેખર ખાનગી ગોડાઉનમાં સરકારી અનાજમાં વપરાશ થતા બારદાન અન્ય ચીજાે પણ મળી આવેલ છતા પણ મોટા માથાની સંડોવણી સાચવવાના પ્રયાસથી પુરવઠા વિભાગ ફરીયાદ કરવા માટે અળગા રહે છે તેવો ચચાઁએ સમગ્ર પંથકમાં જાેર પકડ્યું છે.