મોદી રાજમાં શક્ય છેઃ ગુજરાતના આ શહેરમાં પેટ્રોલ કરતાં ડિઝલ મોંઘું બન્યું
22, જુન 2021

અમદાવાદ-

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ફરી વધારો થયો છે. સરકારી તેલ કંપનીઓએ એક દિવસની સ્થિરતા બાદ ઇંધણની કિંમતમાં વધારો કર્યો છે. પેટ્રોલની કિંમતમાં ૨૮ પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. બીજી તરફ ડીઝલ પણ ૨૬ પૈસા પ્રતિ લીટર મોંઘુ થઇ ગયુ છે. બીજી તરફ ઇન્ટરનેશનલ માર્કેટમાં કાચા તેલની કિંમતમાં સામાન્ય નબળાઇ જાેવા મળી હતી. આજના વધારા બાદ દેશના પાટનગર દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૯૭.૫૦ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત ૮૮.૨૩ રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે.

અમદાવાદમાં પેટ્રોલ ૯૪.૪૧ રૂપિયા પ્રતિ લીટર વહેચાઇ રહ્યુ છે જ્યારે ડીઝલ ૯૫.૦૩ રૂપિયા પ્રતિ લીટર વહેચાઇ રહ્યુ છે. ડીઝલમાં ૩૦ પૈસાનો વધારો થયો છે જ્યારે પેટ્રોલમાં ૨૯ પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે.રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલ ૧૦૮.૬૭ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ ૧૦૧.૪૦ રૂપિયા પ્રતિ લીટર થઇ ગયુ છે. મધ્ય પ્રદેશના અનૂપ શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ૧૦૮.૩૦ રૂપિયા પ્રતિ લીટર અને ૯૯.૩૧ રૂપિયા પ્રતિ લીટર થઇ ગયુ છે. મહારાષ્ટ્રના પરભનીમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ ૧૦૪.૭૩ રૂપિયા પ્રતિ લીટર અને ૯૫.૩૧ રૂપિયા પ્રતિ લીટર વહેચાઇ રહ્યુ છે. ભોપાલમાં પેટ્રોલનો ભાવ ૧૦૫.૭૨ રૂપિયા અને ડીઝલ ૯૬.૯૩ રૂપિયા પ્રતિ લીટર વહેચાઇ રહ્યુ છે. બેંગલુરૂમાં પેટ્રોલનો ભાવ ૧૦૦.૭૬ રૂપિયા અને ડીઝલ ૯૩.૫૪ રૂપિયા પ્રતિ લીટર વહેચાઇ રહ્યુ છે. હૈદરાબાદમાં પેટ્રોલનો ભાવ ૧૦૧.૩૩ રૂપિયા અને ડીઝલ ૯૭.૨૭ રૂપિયા પ્રતિ લીટર છે. જયપુરમાં પેટ્રોલનો ભાવ ૧૦૪.૧૭ રૂપિયા અને ડીઝલ ૯૭.૨૭ રૂપિયા પ્રતિ લીટર છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution