વડોદરા, તા. ૧

કોમર્સ ફેકલ્ટીના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટેની નવી તારીખ આપવા માટેની માંગ સાથે એનએસયુઆઈ દ્વારા અગાઉ બે વાર વાઈસ ચાન્સેલરને અને બે વાર ડીનનેે રજૂઆત કરી હતી. બે વાર ડીનને કોમર્સ ફેકલ્ટીમાં રજૂઆત કરવા પહોંચતા ડીન મળ્યા ન હતા. ડીન ક્યારે ઓફિસ આવે છે? ઓફિસ ટાઈમ શું છે? તેવી પ્રાથમિક માહિતીથી વંચિત વિદ્યાર્થીઓ અનેક વાર વિવિધ સમયે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા પરતું હજુ સુધી પણ ડીન ન મળતા કોમર્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થી સંગઠનના સભ્યો દ્વારા “ડીન ગૂમ થયા છે” પોસ્ટર લગાવવામાં આવ્યા હતા પરતું વીજીલન્સનો સ્ટાફ ધટના સ્થળે પહોંચી જઈનેે વિવાદ અટકાવતા આખરે નહીવત ધર્ષણ સાથે મામલો થાળે પડ્યો હતો.