અમદાવાદ-

કોરોનાની સ્થિતિને ધ્યાને લઈને વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. માહિતી નિયામક કચેરીની વિવિધ સંવર્ગની ભરતી માટેની પ્રિલિમિનરી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. માહિતી નિયામક કચેરી હસ્તકની નાયબ માહિતી નિયામક (વર્ગ-1), સહાયક માહિતી નિયામક (વર્ગ-2) તથા સિનિયર સબ-એડિટર(વર્ગ-3) તથા માહિતી મદદનીશ (વર્ગ-3) - એમ વિવિધ સંવર્ગની ભરતીની પરીક્ષા હાલ મોકૂફ રાખવામાં આવી છે.

ક્રોરોનાની વકરતી પરિસ્થિતિને ધ્યાને લઈને હાલ માહિતી નિયામક કચેરીની વિવિધ સંવર્ગની ભરતી માટેની પ્રિલિમિનરી પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. માહિતી નિયામક કચેરીની વિવિધ સંવર્ગ માટેની પ્રિલિમિનરી પરીક્ષા તા.10 એપ્રિલ, 2021ના રોજ યોજાનાર હતી પરંતુ કોવિડ-19ના વધી રહેલા સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને લેતા સાવચેતીના ભાગરૂપે આ પ્રિલિમિનરી પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. તેમજ પરીક્ષાની નવી તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.