અમદાવાદ-

ગુજરાતમાં ફરજ બજાવતા વીજ કંપનીના કર્મચારીઓને સાતમાં પગારપંચ મુજબ નવા બેઝીક પર મળવાપાત્ર આનુસંગિક એલાઉન્સ અને એરીયર્સ તા. ૦૧-૦૧-૧૬ થી ચૂકવી આપવાની રજૂઆત એક વર્ષથી અનિર્ણિત છે જેથી મોરબી જીલ્લાના તમામ પીજીવીસીએલ કર્મચારીઓ વિરોધ નોંધાવી રહ્યા છે. જેમાં મોરબી જીલ્લાની વિવિધ પીજીવીસીએલ કચેરી ખાતે વીજ કર્મચારીઓએ સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો તેમજ તા ૧૭ થી ૨૦ સુધી કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવશે તો તા. ૨૧ ના રોજ માસ સીએલ કરી વિરોધ નોંધાવશે તેમ જણાવ્યું છે. રાજ્યમાં વીજ કર્મીઓનુ આંદોલન ચાલુ છે. વીજ કર્મચારીઓ કિસાન સૂર્યોદય યોજનાનૉ બહિષ્કાર કરશે. PGVCL કર્મચારીઓ આંદોલનને વેગ આપતા આજે જિલ્લા અને તાલુકામા આવેદન આપશે. જ્યારે 21 જાન્યુઆરીએ કર્મીઓની સામૂહિક માસ CL મૂકવામાં આવશે. 22 જાન્યુઆરીથી અચોક્કસ મુદતની હડતાળ કરવામાં આવશે.

વીજ કર્મચારીઓ દ્વારા સાતમા પગાર પંચનો અમલ સહીતની માંગ સાથે આવેદન આપવામાં આવશે. જયારે વીજ કર્મીઓ દ્વારા છેલ્લા થોડા મહિનાથી વારંવાર ચીમકી આપવામાં આવી રહી છે, જો તેમની માંગ પૂરી કરવામાં આવશે નહી તો આગામી સમય ઉગ્ર આંદોલન કરવામાં આવશે.