ગાંધીનગર-

પ.બંગાળનો ગઢ જીતવા માટે ભાજપ એડીચોટીનું જાેર લગાવી રહ્યું છે. પ.બંગાળમાં પીએમ મોદીથી લઈ અમિત શાહ સહિત અનેક મોટા દિગ્ગજાેની ફોજ ઉતારી દીધી છે. ભાજપ દ્વારા ત્યાં અનેક મોટી સભાઓ, રેલીઓ કરવામાં આવી રહી છે. ત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. પ.બંગાળમાં ગુજરાત ભાજપના એક નેતાને જવાબદારી સોંપવામાં આવી છે. ગુજ.ભાજપ પ્રદેશ મહામંત્રીને પ.બંગાળમાં એક જિલ્લામાં જવાબદારી સોંપાઈ છે. ગુજ.ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાને પશ્ચિમ બંગાળના બાગદા જિલ્લાના પ્રભારી બનાવાયા છે. બાગદામાં પ.બંગાળ વિધાનસભાની ૨૬ સીટોનો સમાવેશ થાય છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે ગુજરાત ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાને પશ્ચિમ બંગાળની જવાબદારી સોંપાતા ચારેબાજુ ચર્ચાઓ વહેતી થઈ છે. પશ્ચિમ બંગાળમાં બાગ્લાદેશ બોર્ડર પાસે આવેલ બાગદા જિલ્લાના પ્રદીપસિંહ વાઘેલાને પ્રભારી બનાવાયા છે. બાગદા જીલ્લામાં પશ્ચિમ બંગાળની ૨૬ વિધાનસભા સીટોનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે બાગદા જિલ્લાની ૨૬માંથી ૨૬ બેઠકો હાલ ટીએમસી પાસે છે, હવે ગુજરાત ભાજપના નેતા પ્રદીપસિંહ વાઘેલા ત્યાં કેવું પરિણામ આપે છે તે આવનારો સમય બતાવશે. પ.બંગાળના બાગદા જિલ્લામાં ટીએમસીના ગઢમા ગુજરાત ભાજપના નેતા કેવું ગાબડું પાડે છે તેના પર લોકો રાહ જાેઈ રહ્યા છે