26, જુલાઈ 2021
સુરત-
ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસ સતત ઘટી રહ્યા છે પરંતુ હજુ પણ ત્રીજી લહેરની સંભાવના જાેવાય રહી છે એવું મનાઈ રહ્યું છે કે કોરોનાની ત્રીજી લહેરમાં નાના બાળકો વધુ ભોગ બની શકે છે ત્યારે ૩ વર્ષના બાળકમાં કોરોનાના અને મ્યુકરમાઈકોસિસના લક્ષણ જાેવા મળ્યા છે. સુરતમાં સૌથી નાની ઉંમરનું બાળક મ્યુકરમાઈકોસિસનો ભોગ બન્યો હોવાનુ સામે આવ્યું છે.
ત્રણ વર્ષના બાળકમાં શંકાસ્પદ લક્ષણો જણાતા તાત્કાલિક સીટી સ્કેન કરવામાં આવતા કોરોનાના લક્ષણો જાેવા મળ્યા હતા. હાલ આ બાળકને સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. ગુજરાતમાં આટલી નાની ઉંમરના બાળકને મ્યુકોરમાઇકોસિસ થયાનો આ સૌપ્રથમ કિસ્સો છે. હાલ બાળકની તબિયત ગંભીર હોવાથી હાયર સેન્ટરમાં રિફર કરાયો છે. કોરોનાની સાથે સાથે મ્યુકોરમાઇકોસિસ નામની જીવલેણ બીમારીએ દર્દીઓમાં જાેવા માટે ચિંતાજનક સ્થિતિ બની રહી છે. મહત્વનું એ છે કે બીજી લહેરમાં કોરોના બાદ મ્યુકરમાઈકોસિસના કેસમાં ખૂબ વધારો થયો હતો અને અનેક લોકોના મોત થયા હતા. જ્યારે કેટલાંક દર્દીઓની મ્યુકોરમાઈકોસિસના લીધે સર્જરી પણ કરવામાં આવી હતી.