દિલ્હી-

જાણીતા શાયર મુનવ્વર રાણાએ તાલિબાનને લઈને ચોંકાવનારું નિવેદન આપતા કહ્યું છે કે, 'જેટલી ક્રુરતા અફઘાનિસ્તાનમાં છે તેનાથી વધારે ક્રુરતા તો આપણે ત્યાં છે. પહેલાં રામ રાજ્ય હતું અને કામરાજ છે.' રાણાએ આગળ કહ્યું છે કે, હિન્દુસ્તાને તાલિબાનથી ડરવાની જરુર નથી. કારણ કે અફઘાનિસ્તાન તો હજારો વર્ષથી અસ્તિત્વમાં છે અને તેણે ભારતને ક્યારેય નુકસાન પહોંચાડ્યું નથી. જ્યારે મુલ્લા ઉમરનું રાજ હતું ત્યારે પણ તેણે કોઈ ભારતીયને નુકસાન પહોંચાડ્યું ન હોતું. કારણ કે તેના બાપ દાદા ભારતથી કમાઈને ગયા હતા. મુનવ્વર રાણાએ કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં પણ થોડા તાલિબાની છે. અહી માત્ર મુસલમાન નહી પરંતુ હિન્દુઓ પણ તાલિબાની હોય છે. આતંકવાદી શું મુસલમાન હોય છે? હિન્દુ પણ હોય છે. મહાત્મા ગાંધી સીધા હતા અને નાથૂરામ ગોડસે તાલિબાની હતો. યુપીમાં પણ તાલિબાન જેવું કામ થઇ રહ્યું છે. નોંધનીય છે કે મુનવ્વર પહેલા પણ ઘણા મુદ્દાઓ પર વિવાદીત નિવેદનો આપી ચૂક્યા છે. ફરી એકવાર તેમણે તાલિબાન મુદ્દે વિવાદીત નિવેદન આપ્યું છે. જે મુદ્દે સોશ્યલ મિડીયા પર ખુબ ચર્ચા થઇ રહી છે.