ગાંધીનગર

સરકારી નોકરીની તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓ માટે ખુશખબર મળી રહ્યા છે. માહિતી ખાતાની વર્ગ-૧,૨ અને ૩ની પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. જેના કારણે હવે આગામી ૨૭મી જૂને પરીક્ષા યોજાશે. કોરોનાની બીજી લહેરના કારણે માહિતી ખાતાની વર્ગ-૧,૨ અને ૩ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. જેની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. હવે પરીક્ષા આગામી ૨૭ જૂનના રોજ યોજાશે. માહિતી નિયામક કચેરી હસ્તકની નાયબ માહિતી નિયામક, વર્ગ-૧, સહાયક માહિતી નિયામક(સંપાદન) વર્ગ-૨ની જાહેરાત અને સિનિયર સબ ઓડિટર(વર્ગ-૩) તથા માહિતી મદદનીશ, વર્ગ-૩ની પ્રિલિમિનરી પરીક્ષા યોજાવાની છે, ત્યારે કોલલેટર ડાઉનલોડની સૂચના હવે મુકાશે.

માહિતી નિયામક કચેરી હસ્તકની નાયબ માહિતી નિયામક, વર્ગ-૧, સહાયક માહિતી નિયામક(સંપાદન) વર્ગ-૨ની જાહેરાત ક્રમાંકઃ૨/૨૦૨૦-૨૧ અને સિનિયર સબ ઓડિટર(વર્ગ-૩) તથા માહિતી મદદનીશ, વર્ગ-૩ની જાહેરાત ક્રમાંકઃ ૧/૨૦૨૦-૨૧ અન્વયે નાયબ માહિતી નિયામક, વર્ગ-૧ અને સહાયક માહિતી નિયામક (સંપાદન), વર્ગ-૨ની પ્રિલિમિનરી પરીક્ષા તા.૨૭, જૂન, ૨૦૨૧ના રોજ સવારે ૧૦.૦૦ કલાકે યોજાશે.

સિનિયર સબ ઓડિટર, વર્ગ-૩ તથા માહિતી મદદનીશ, વર્ગ-૩ ની પ્રિલિમિનરી પરીક્ષા તા.૨૭, જૂન, ૨૦૨૧ના રોજ બપોરે ૦૩.૦૦ કલાકે યોજાશે, જેની નોંઘ લેવા સંબંધિત તમામ ઉમેદવારોને જણાવવામાં આવે છે. આ અંગેની વધુ વિગતો માટે માહિતી નિયામક કચેરીની વેબસાઇટ જાેવા સૂચન છે. પરીક્ષાના સ્થળ તથા કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની સૂચનાઓ હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે.