ગાંધીનગર-

ગુજરાત સરકારના માહિતી નિયામકની કચેરીની વિવિધ સંવર્ગની ભરતી માટે પ્રિલિમિનરી પરીક્ષા આગામી તા. 27 જૂનના રોજ યોજાશે.રાજ્ય સરકારના માહિતી નિયામક કચેરી હસ્તકની નાયબ માહિતી નિયામક, વર્ગ-૧, સહાયક માહિતી નિયામક(સંપાદન) વર્ગ-રની જાહેરાત ક્રમાંકઃર/૨૦૨૦-૨૧ અને સિનિયર સબ એડિટર(વર્ગ-૩) તથા માહિતી મદદનીશ, વર્ગ-૩ની જાહેરાત ક્રમાંકઃ ૧/૨૦૨૦-૨૧ અન્વયેની પ્રિલિમિનરી પરીક્ષા આગામી તા. 27 જૂનના રોજ યોજાશે.

જે અંતર્ગત નાયબ માહિતી નિયામક, વર્ગ-૧ અને સહાયક માહિતી નિયામક (સંપાદન), વર્ગ-ર ની પ્રિલિમિનરી પરીક્ષા આગામી તા.૨૭, જૂન, ર૦ર૧ના રોજ સવારે ૧૦.૦૦ કલાકે યોજાશે. જ્યારે સિનિયર સબ એડિટર, વર્ગ-૩ તથા માહિતી મદદનીશ, વર્ગ-૩ ની પ્રિલિમિનરી પરીક્ષા તા.૨૭, જૂન, ૨૦૨૧ના રોજ બપોરે ૦૩.૦૦ કલાકે યોજાશે. જેની નોંધ લેવા સંબંધિત તમામ ઉમેદવારોને જણાવવામાં આવ્યું છે. આ અંગેની વધુ વિગતો માટે માહિતી નિયામક કચેરીની વેબસાઇટ જોવા સૂચન છે. તેમજ પરીક્ષાના સ્થળ તથા કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની સૂચનાઓ હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે.