ઈંગ્લેન્ડની ટીમ ભારતના પ્રવાસ પર છે, આ પ્રવાસની શરુઆત ૫ ફેબ્રુઆરીએ ચેન્નાઈથી શરુ કરી હતી અને હવે અહીં પહેલી બે ટેસ્ટ બાદ બન્ને ટીમો વચ્ચે અમદાવાદના સ્ટેડિયમમાં ટક્કર થવાની છે. ૪ ટેસ્ટની સિરીઝમાં ભારત અને ઈંગ્લેન્ડ ૧-૧ની બરાબરી પર પહોંચી ગયા છે. હવે અમદાવાદના દુનિયાના સૌથી વિશાળ મોટેરા સ્ટેડિમયમાં ત્રીજી અને ચોથી ટેસ્ટ રમાવાની છે. આ પછીની ટી-૨૦ સીરિઝ માટે પણ બન્ને ટીમો અહીં જ રોકાશે. એટલે કે ભારત અને ઈંગ્લેન્ડની ટીમ અમદાવાદમાં લગભગ ૧ મહિના જેટલું રોકાણ કરવાની છે. વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં પહેલી મેચ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચના સ્વરુપમાં રમાવાની છે. આ મેચ ૨૪મી ફેબ્રુઆરીથી શરુ થઈ રહી છે. જેના માટે સ્ટેડિયમમાં તમામ પ્રકારની જરુરી તૈયારીઓ કરી દેવામાં આવી છે. અહીં દર્શકો પણ હાજર રહેવાના છે. કોરોના ગાઈડલાઈન્સને ધ્યાનમાં રાખીને અહીં સોશિયલ ડિસન્ટિસંગ જળવાઈ રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.