રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું બુધવારે વડોદરામાં આગમન થશે: કેવડીયા જવા રવાના થશે
24, નવેમ્બર 2020

વડોદરા-

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીનું આવતીકાલ બુધવાર તા.૨૫ ના રોજ વડોદરા એરપોર્ટ ખાતે સવારના ૯.૫૦ કલાકે આગમન થશે. વડોદરા એરપોર્ટ ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીને પ્રોટોકોલ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, મેયર શ્રીમતી જીગિષાબેન શેઠ, મુખ્ય સચિવ અનિલ મુકીમ, એરફોર્સ કમાન્ડન્ટ શ્રી કુટપ્પા, કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલ, શહેર પોલીસ કમિશનર આર.બી બ્રહ્મભટ્ટ આવકારશે. ત્યારબાદ તેઓ તુરંત જ ૧૦ કલાકે હવાઈ માર્ગે કેવડીયા જવા રવાના થશે. રાષ્ટ્રપતિ કેવડિયામાં યોજાનાર ૮૦ મી ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર કોન્ફરન્સમાં સહભાગી થશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution