ગાંધીનગર

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આગામી આજે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ ૨૪મી તારીખે મોટેરાના નવનિર્મિત સરદાર પટેલ સ્ટેડિયમના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે. તેઓ બપોરે ૧૨ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવશે. બપોરે ૧૨ઃ૪૦ વાગ્યે ગાંધીનગર રાજભવન પોંહચશે. ૦૪ઃ૦૦ વાગ્યા સુધી લંચ બ્રેક અને બાદમાં તેઓ બપોરે ૦૪ઃ૩૦ વાગ્યે મહાત્મા મંદિર ગાંધીનગર જશે. રાત્રે ૦૯ઃ૦૦ વાગ્યે રાજભવન પરત ફરશે.

૨૪મી તારીખે તેઓ બપોરે ૧૨ઃ૩૦ વાગ્યે મોટેરા સ્ટેડિયમ પ્હોચશે. તેઓ બપોરે ૦૧ઃ૩૦ વાગ્યે અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા માટે રવાના થશે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ઉપસ્થિત રહેનાર છે. ૨૪ તારીખના કાર્યક્રમ માટે પોલીસને હાઈએલર્ટ પર મુકવામાં આવી છે તેની સાથોસાથ કોરોના સંદર્ભે વિશેષ તકેદારી શરૂ કરવામાં આવી છે. મોટેરા સ્ટેડિયમ ખાતે ફરજ ઉપર રહેનારાં પોલીસ કર્મચારીઓની કોરોના તપાસણી માટે ખાસ છાવણી સ્ટેડિયમ ખાતે જ શરૂ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિના આગમનને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ગાંધીનગરમાં ૪૦૦ પોલીસ જવાનો બંદોબસ્તમાં મુકાયા છે. ૨ એસ પી, ૬ ડીવાયએસપી અને ૧૫ પીઆઇ સહિત કુલ ૪૦૦ જેટલા પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં તૈનાત રહેશે. અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાત્રી રોકાણ રાજભવનમાં કરશે.