દાહોદ

દાહોદ નગરપાલિકાના હોદ્દેદારોની વરણી ૧૭ મી માર્ચે કરી દેવામાં આવી છે. ત્યાર બાદ હોળાષ્ટક બેસે તે પહેલાં જ પ્રમુખ ઉપપ્રમુખ ચાર્જ સંભાળી લીધો હતો. ત્યારે આ પ્રસંગે આ તમામ હોદેદારો અને શુભેચ્છકો ભાન ભૂલી ગયા હોય તેમ જણાવ્યું હતું. આનંદ અતિરેકમાં મોટા ભાગના નેતાઓએ કોરોનાની માર્ગદર્શિકાનું છડેચોક ઉલ્લઘન કર્યું હતું.

જિલ્લામાં કોરોનાંના તમામ નિયમોનું શિરચ્છેદ રાજકીય પક્ષો કરી રહ્યા છે. ત્યારે નેતાઓ કેવી રીતે શહેરીજનોને બચાવશે તે વિચાર માંગતી બાબત છે . કારણકે આ દિવસે જ જિલ્લામાં ત્રણ માસ પછી ૧૯ કેસ નોંધાયા છે જેમાં૧૨ તો કેસ દાહોદ શહેરના જ છે. દાહોદમાં ફરી કોરોના નો આંક ફરી વધી રહ્યો છે ત્યારે તેને કેવી રીતે રોકવો તેના માટે વહીવટી તંત્ર મનોમંથન કરી રહ્યું છે.તેનું પ્રથમ પગતિયું કોવીડની માર્ગદર્શિકા નું ચુસ્ત પાલન કરવું જરૂરી છે. જેમાં એસ.એમ.એસ ના નિયમ પાલન ખૂબ જરૂરી છે. માસ્ક ફરજિયાત પહેરવો , સોશિયલ ડિસ્ટન્સ રાખવું અને સેનેતાઇઝન મુખ્ય છે. મેળાવડા યોજવા નહિ કે તેમાં જવું નહિ. પરંતુ જિલ્લામાં આ તમામ નિયમોનું શિરચ્છેદ તમામ રાજકીય પક્ષના નેતાઓ જ ચૂંટણીઓમાં કરી દીધો હતો. નવા ચૂંટાયેલા હોદેદારો જ પોત પોતાના વિસ્તારમાં કોરોના ન ફેલાય તેમની જવાબદારી છે. અને તેના માટે વિધિવત હવાલા સંભાળ્યા પછી જ તેનો વ્યૂહ નક્કી કરવામાં આવશે