પાલનપુર-

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે હરણફાળ ભરી છે. રાજ્યમાં સતત કોરોના કેસનો આંકડો રોકેટ ગતિએ વધી રહ્યો છે. ત્યારે સરકારે રાજ્યના ૨૦ શહેરોમાં રાત્રી કફ્ર્યું નાખ્યો છે. જયારે રાજ્યના ૧૦૦ થી વધુ નાના શહેરો અને ટાઉનમાં સ્વયંભૂ કફ્ર્યું અથવા લોકડાઉન નાખવામાં આવ્યું છે. લગ્ન જેવા પ્રસંગોએ પણ ૧૦૦ થી વધુ વ્યક્તિઓને ભેગા થવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવો છે. ત્યારે નેતાઓના હજુ પણ જાહેર કાર્યક્રમોમાં ભીડ ભેગી રહ્યા છે.

એકબાજુ જનતા ઉપર પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. તો શું નેતાઓના કાર્યક્રમમાં કોરોના નથી ડોકાતો..? પોતાની પ્રસિદ્ધિ માટે લોકોના જીવ જાેખમમાં મૂકી નેતાઓ ભીડ ભેગી કરતા જાેવા મળ્યા છે. કોરોના મહામારીના સમયમાં સમાજમાં ઉત્તમ ઉદાહરણ પુરા પડવાની જગ્યાએ આ ભાજપના નેતા ઉંધી ગંગા વહાવી રહ્યા છે. અને કોરોના કાળમાં મંદિરમાં ભીડ ભેગી કરી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર બનાસકાંઠા કોરોના મહામારીમાં પણ નેતાઓના કાર્યક્રમ યથાવત્‌ જાેવા મળ્યા છે. ગીડાસણ ગામે અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં ભીડ એકત્ર થઇ હતી. મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમ્યાન ભીડ એકત્ર થઇ હતી. જ્યાં સરેઆમ સો.ડિસ્ટન્સ અને માસ્કના નિયમોના ધજાગરા ઉડતા જાેવા મળ્યા હતા.

કોરોના મહામારી સમયે પણ નેતાઓ તાયફા કરી રહ્યા છે. જયારે અવારનવાર સોશિયલ મીડિયામાં કોરોનાથી ભયાવહતા દર્શાવતા વિડીયો પણ હાલમાં વાઈરલ કરવામાં આવી રહ્યા છે. ત્યારે પણ આ નેતા આવા તાયફા કરી શું સાબિત કરવા માંગે છે ? ભીડ કઈ રીતે એકત્ર થઈ તેને લઈ વહીવટી તંત્ર સામે સવાલો ઉભા થઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક ૩ લાખને પાર કરી ચુક્યો છે. અને તો રાજ્યમાં કોરોનાથી મૃત્યુ આંક પણ સતત વધી રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં ગતરોજ ૩૫ લોકોના કોરોનાથી મોત થયા હતા.