દિલ્હી-

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે 450 કિલોમીટરની કોચી-મંગલુરુ નેચરલ ગેસ પાઇપલાઇનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પાઇપલાઇન ત્રણ હજાર કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી છે. આ પાઈપલાઈન રાષ્ટ્રને વર્ચુઅલ રીતે સમર્પિત કરતી વખતે વડા પ્રધાને કહ્યું કે દેશમાં સ્વચ્છ ઉર્જાને પ્રોત્સાહન આપવામાં તેની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે. તેમણે કહ્યું હતું કે કોચી-મંગલુરૂ કુદરતી ગેસ પાઇપલાઇન ઘણા શહેરોમાં શહેરી ગેસ પ્રોજેક્ટની શરૂઆત કરશે. આ 700 સીએનજી સ્ટેશનો સ્થાપવામાં પણ મદદ કરશે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા ભારતને રાજમાર્ગો, રેલ્વે, મેટ્રો, ઉડ્ડયન, પાણી, ડિજિટલ અને ગેસ કનેક્ટિવિટી પર અભૂતપૂર્વ કામગીરીની જરૂર છે. તેમણે કહ્યું કે આગામી 6-6 વર્ષમાં નેચરલ ગેસ પાઇપલાઇનનું નેટવર્ક બમણા થઈ જશે. આ સિવાય સીએનજી સ્ટેશનોની સંખ્યા વર્તમાન 1,500 થી વધીને 10 હજાર થઈ જશે.