દિલ્હી-

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું કે, ભારત-રશિયાની મિત્રતા સમયની કસોટી પર ખરી ઉતરી છે. આ સાથે તેમણે વેક્સિનેશન પ્રોગ્રમમાં કરવામાં આવેલી મદદ અને કોરોના મહામારી દરમિયાન બન્ને દેશો વચ્ચેના મજબૂત સહયોગનો પણ ઉલ્લેખ કર્યો હતો. ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમના પૂર્ણ સત્રને સંબોધિત કરતી વખતે વડાપ્રધાને કહ્યું કે, ઉર્જા એ બન્ને દેશો વચ્ચેની રણનૈતિક ભાગીદારીનો મહત્વપૂર્ણ સ્તંભ છે અને ભારત તેમજ રશિયા સાથે મળીને વૈશ્વિક ઉર્જા બજારમાં સ્થિરતા લાવવામાં મદદ કરી શકે છે. વડાપ્રધાન મોદીએ આજે શુક્રવારે ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમના સત્રને સંબોધિત કર્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, ભારત-રશિયાની મિત્રતા સમયની કસોટી ખરી ઉતરી છે. મોદીએ કહ્યું કે, ભારતની 'એક્ટ ફોર ઈસ્ટ'ની નીતિ રશિયા સાથે ભારતની વિશેષ અને નજીકની રણનૈતિક ભાગીદારીનો મહત્વપૂર્ણ ભાગ છે.