સોમનાથ-

આગામી થોડા જ દિવસોમાં દેશના વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી નરેન્દ્ર મોદી દ્વારા સોમનાથમાં યાત્રીઓ માટે કેન્દ્ર સરકારની યોજના દ્વારા કરોડોના ખર્ચે બનેલી અનેક સુવિધાઓનું વર્ચ્યુઅલ પ્રોગ્રામ ગોઠવીને લોકાર્પણ કરાશે સાથેજ સોમનાથ ટ્રસ્ટ દ્વારા 20 કરોડના ખર્ચે નિર્માણ થનાર પાર્વતી મંદિરનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત પણ વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીનાં હસ્તે કરવામાં આવશે. તેને લઈને ટ્રસ્ટ દ્વારા અનેક તૈયારીઓ શરૂ કરાઇ છે. થોડા જ દિવસોમાં શ્રાવણ માસની શરૂઆત થઈ જશે અને પ્રભાસક્ષેત્ર શિવમય બની જશે અને ચારેય તરફ હરહર મહાદેવના નાદ ગુંજી ઉઠશે. એવામાં કરોડો હિન્દુના આસ્થાના કેન્દ્ર એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર અને તેની આસપાસ યાત્રીઓની સુવિધામાં વધારો થવા જઈ રહ્યો છે. સોમનાથ મંદિર નજીક સમુદ્ર કિનારે સવા કિલોમીટર લાંબો વોક વે, tfc ભવન ખાતે મંદિર સ્થાપત્ય મ્યુઝિયમ, તેમજ અહલ્યા બાય મંદિર પરિસરનું ડેવલોપમેન્ટ અને સાથે સાથે સોમનાથ મંદિર પરિસરમાં પાર્વતીજી મંદિર નિર્માણનું આવનારા દિવસોમાં સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુલ લોકાર્પણ થવાની તૈયારીઓ થઈ રહી છે. જોકે ટ્રસ્ટના મેનેજરના જણાવ્યા મુજબ તારીખ નક્કી થતા જ આ તમામ સુવિધાઓ પીએમના હસ્તે લોકાર્પણ થશે. થોડ જ દિવસોમાં શ્રાવણ માસ શરૂ થવા જઈ રહ્યો છે. આવનાર દિવસોમાં સોમનાથમાં ઘણી સુવિધાઓમાં વધારો થવા જઈ રહ્યો છે જેનું લોકાર્પણ વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવશે.