સુરત-

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સુરતના હજીરાથી ભાવનગરના ઘોઘા વચ્ચે રો-પેક્સ ફેરી સેવાનો વર્યુઅલ પ્રારંભ કરાવ્યો છે. સામાન્ય રીતે આ સુવિધાથી સૌરાષ્ટ્ર જવા માટે 10થી 12 કલાકનો સમય લાગતો હતો. આ સેવાથી સમય તથા ઇંધણનો બચાવ થશે. પર્યાવરણની જાળવણી થશે. રોડ પરનું ભારણ ઘટશે. આ રો-પેક્સની શરૂઆતથી માત્ર ૪ કલાકમાં સૌરાષ્ટ્ર પહોંચી શકાશે.આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજ્ય રુપાણી સહિત અનેક અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. સુરતઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સુરતના હજીરા પોર્ટ ખાતે સવારે 11 વાગ્યે હજીરા થી ભાવનગરના ઘોઘા બંદર માટે રો-પેક્સ ફેરી સેવાનો શુભારંભ કરાવશે અને નવનિર્મિત રો-રો ટર્મિનલ પોર્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે. વર્ષોથી સુરતમાં વસતા સૌરાષ્ટ્રીઓ માટે આ ફેરી સેવા વડાપ્રધાન તરફથી દિવાળીની ભેટ સાબિત થશે. રો રો ફેરીના ઉદ્ઘાટન પૂર્વ સંધ્યાએ કેન્દ્રીય પ્રધાને રો રો પેક્સની મુલાકાત લીધી હતી. રો રો પેક્સને વિવિધ લાઇટિંગથી શણગારવામાં આવી હતી.