23, એપ્રીલ 2021
ભરૂચ, અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલોની ફરી એકવાર બેદરકારી સામે આવી છે. કેટલીક બેજવાબદાર હોસ્પિટલના સંચાલકો દ્વારા બાયો વેસ્ટનો કચરાપેટીમાં નિકાલ કરવામાં આવ્યો છે. જેમાં આસપાસમાં રહેતા લોકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે.
અંકલેશ્વરમાં સરગમ કોમ્પલેક્ષમાં કેટલીક ખાનગી હોસ્પિટલો આવેલી છે. અને આ ખાનગી હોસ્પિટલોમાં કોવિડની ટ્રિટમેન્ટ કરવામાં આવે છે. જ્યારે કોવિડ પેશન્ટોની સારવાર દરમિયાન વપરાતી અન્ય વસ્તુઓ માસ્ક, હેન્ડ ગ્લોવ્ઝ, ઇન્જેક્શન અને બીજી બાયો મેડીકલ વસ્તુનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે એ વસ્તુ ઉપયોગ કર્યા બાદ એને બાયો વેસ્ટમાં આપવામાં આવે છે. જ્યારે આ ખાનગી હોસ્પિટલોના સંચાલકો દ્વારા બાયોવેસ્ટને જાહેર માર્ગની કચરાપેટીમાં નાખી દેવામાં આવે છે. અગાઉ પણ એકવાર ખાનગી હોસ્પિટલ દ્વારા બાયોવેસ્ટ નગરપાલિકાની કચરાની ગાડીમાં નાખવામાં આવ્યો હતો. આજરોજ ફરી એકવાર સરગમ કોમ્પલેક્ષમાં આવેલી ખાનગી હોસ્પિટલ દ્વારા આ બાયોવેસ્ટ જાહેરમાં નાખી દેવામાં આવ્યો હતો. જેના પગલે આસપાસના વિસ્તારના લોકોમાં રોષની લાગણી પ્રવર્તી છે.