18, માર્ચ 2021
અંકલેશ્વર, એલ.સી.બી. પોલીસ ઇન્સપેક્ટર જે.એન.ઝાલાનાઓએ તાબાના પોલીસ માણસોને પ્રોહીની અસરકારક કામગીરી કરવા સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ અને જીલ્લામાં પ્રોહીબીશનના ગણનાપાત્ર કેસો શોધવા માટે અલગ અલગ ટીમની રચના કરી પ્રયત્નો હાથ ધરવામાં આવેલ દરમ્યાન એલ.સી.બી.ભરૂચની ટીમ અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન મળેલ બાતમી આધારે ગોલ્ડન બ્રીજનાં દક્ષીણ છેડા પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલ મહિન્દ્રા કાર રજી.નં.૩૩૮૮ સહીત એક ઇસમને પકડી પાડી કુલ મુદ્દામાલ કિં.રૂ. ૧૪,૨૭,૯૦૦/- પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છેતેમજ આવનારા સમયમાં પણ ભરૂચ જીલ્લામાં પ્રોહી / જુગાર બુટલેગરો વિરુદ્ધ આ પ્રમાણેજ કડક અને કાયદેસરની કાર્વાહી કરવામાં આવશે. પકડાયેલ આરોપી રાજેન્દ્રકુમાર હિરાભાઇ મીસ્ત્રી રહે. ૨૦૩ ગુજરાત રેસીડન્સી કીમ કુરસદ રોડ સુરત મુ.રહે. સોજદ પાલી જી.પાલી રાજસ્થાન મુદ્દામાલની વિગત ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી કુલ બોટલ નંગ-૨૭૦૨ની કુલ કિં.રૂ.૪,૨૨,૯૦૦ /- તથા મોબાઇલ નંગ-૧ કિં.રૂ.૫૦૦૦/- તથા એક મહિન્દ્રા કાર ૩૩૮૮ કિં.રૂ .૧૦,૦૦,૦૦૦ / – મળી કુલ મુદ્દામાલ કીં.રૂ .૧૪,૨૭,૯૦૦/- સાથે ધરપકડ કરવામાં આવી છે.