વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવા રૂા.૨ કરોડના ખર્ચે પ્રોજેક્ટ તૈયાર
06, જુલાઈ 2021

જામનગર, જામનગર મહાનગરપાલિકા દ્વારા એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ શહેરમાં વહી જતા વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરીને પાણીને ભુગર્ભમાં ઉતારવામાં આવશે. ૨ કરોડ અને ૬ લાખના ખર્ચે આ પ્રોજેક્ટ તૈયાર કરાઈ રહ્યો છે. જેમાં રસ્તા પર પાણીનો બગાડ અટકાવી શકાશે. આ પાણીને પાઇપલાઇન થકી, કુવા અને બોરની મદદથી જમીનના તળમાં ઉંચા લાવવામાં આવશે. બોરના પાણીમાં ખારાશનું પ્રમાણ ઓછું થશે. રોડનું પાણી પાઈપ મારફતે એક કુવામાં આવે, જે કુવામાં પાઈપ દ્વારા ઉંડા બોરમાં પાણી જાય, જેથી વરસાદી પાણી જમીનમાં ઉતરી શકે. આ પ્રોજેકટને વોટર હાર્વેસ્ટીંગ કહેવાય છે. જે રાજયનો પ્રથમ પ્રોજેકટ જામનગરમાં તૈયાર થયો રહ્યો છે જામનગર મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવ્યો છે. આ પ્રોજેકટથી વરસાદી પાણીનો બગાડ ઓછો અને સંગ્રહ કરીને જમીનના તળમાં ઉતારી શકાશે. કુવા-બોર તૈયાર કરવામાં આવશે. વોટર હાવેર્સ્ટિંગ માટે તંત્રએ સ્વસ્તિક ગાર્ડનમાં ૨, ડિકેવી કોલજ કમ્પાઉન્ડમાં ૨ અને તપોવન સોસાયટી સદગુરુ વિસ્તારમાં જૈન ઉપાશ્રય સામે ૧, ખાખીનગર વિસ્તારમાં સમર્પણ પ્રાર્થના કોમન પ્લોટમાં એક રાવડીની જગ્યામાં કુવા બનાવ્યા છે. એન્જિનિયર હરેશ વાણીયાએ જણાવ્યું છેકે, સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી બાદ જામનગર મહાનગરપાલિકાની સિવિલ શાખાના એન્જિનિયરોએ ત્રણ સિવિલ ઝોનમાં જ્યાં સૌથી વધારે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન સર્જાય છે તેવા વિસ્તારોને સર્વે કરીને શહેરના ૪૩ લોકેશન પર વોટર હાવેર્સ્ટિંગ માટે જગ્યા પસંદ કરી હતી. તંત્રએ શહેરની અલગ અલગ જગ્યાઓએ કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં સ્વસ્તિક સોસાયટીથી લઇ પાર્ક કોલોની અને ત્યાંથી પંચવટી સોસાયટી સુધીના બે કિલોમીટરના પટ્ટામાં પાઈપ લાઈન નાખીને દર ૩૦ મીટર ૧૦૦ ફૂટ ઊંડા અને ૧૦ ઇંચ ડાયામીટર વાળા ૭૫ બોર અને અલગ અલગ જગ્યાઓ પર ૨૫ ફૂટ ઊંડા અને ૧૫ ફૂટ પહોળા ૫ કુવા બનાવવામાં આવી રહ્યાં છે. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution