રાજ્યના 2 IPS અધિકારીને DGP તરીકેનું પ્રમોશન,જાણો કોણ છે આ અધિકારી
01, જુન 2021

ગાંધીનગરઃ

હવે ગુજરાત સરકારેે બે વરિષ્ઠ IPS અધિકારીને DGP કેડરનુ પ્રમોશન આપ્યુ છે.ગઇ કાલે મોડી રાત્રે રાજ્યના સીઆઈડી ક્રાઈમ(મહિલા સેલ)ના એડીશનલ ડિરેક્ટર જનરલ ઑફ પોલિસ(એડીજી) અનિલ કુમાર પ્રથમ અને સુરત શહેરના પોલિસ કમિશ્નર અજય કુમાર પ્રમોશન આપી પે ગ્રેડ વધારીને હાલ મૂળ સ્થાને જ ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે અજય કુમાર તોમર 1989 હરિયાણા બેચના આઈપીએસ અધિકારી છે. તેમને રાજેન્દ્ર બ્રહ્મભટ્ટના સ્થાને સુરત પોલિસ કમિશ્નર બનાવવામાં આવ્યા હતા. આ પહેલા તેઓ અમદાવાદમાં વિશેષ પોલિસ કમિશ્નર(ક્રાઈમ)ના પદ પર સેવારત હતા. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીના કારણે લાંબા સમયથી ફરજ બજાવી રહેલ અધિકારીઓના પ્રમોશન અટકાવી રખાયા હતા.

સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓના એસપી રેન્જ આઈજીની બદલીઓ થાય તેવી સંભાવના છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં અને રેન્જના આઈપીએસ પણ લાંબા સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા હોવાથી તેમની પણ આગામી સમયમાં બદલી થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution