છોટાઉદેપુર,પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓના પત્ર અન્વયે તથા, પોલીસ મહાનિરીક્ષક, હરીકૃષ્ણ પટેલ વડોદરા, રેન્જ તથા છોટાઉદેપુર જીલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ શર્મા નાઓએ હાલમાં છોટાઉદેપુર શહેર વિસ્તારમાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા નકલી ડોકટર પર કાયદાકીય રીતે કડક હાથે કામ લેવાની આપેલ સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક એ.વી.કાટકડના માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લા વિસ્તારમાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડોકટર પર પોલીસ ઇન્સ. જે.કે પટેલ તેઓના સ્ટાફના માણસો દ્વારા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના પો.કો.લાલજીભાઈ હિરાભાઈ તથા શૈલેષભાઈ જયંતિભાઈ તથા પો.કો.સંજયભાઈ રમણભાઈ તથા એલ.આર.પો.કો. રમણભાઈ રતનભાઈ નાઓને મળેલ બાતમી આધારે અસીમભાઈ શ્રીધરભાઈ મલેક રહે ઓલીયાઆંબા હેઠવાસ ફળીયા મુળ રહે, રામચંદ્રપુર તા.ગોપાલનગર જી. ૨૪ પરગોનાસ (પશ્ચિમ બંગાળ) વાળો ધોરણ ૧૨ સાયન્સ પાસ હોય જે છેલ્લા ત્રણ માસથી ઓલીયાઆંબા ગામમા રોડ ઉપર આવેલ ભુરસીંગભાઈ ફતભાઈ રાઠવાના મકાનમાં રુલ્સ ૮૭ (૨) મુજબનું ગુજરાત રાજ્ય દ્વારા આપવામાં આવતુ રીન્યુઅલ સ્લીપ વગર પોતે ડોક્ટર હોવાનું લોકોને જણાવી ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટીસ કરી દવા આમ બિમાર વ્યક્તિઓને પોતે ડોકટરી સારવાર આપી છેતરપીંડી કરી પોતાના કજામાં એલોપેથીક દવાઓ કિ.રૂ.૧૦,૦૮૯.૩૭/- ના મુદામાલ સાથે રેઇડ દરમ્યાન મળી આવતા ધોરણસર કરી આરોપી વિરૂધ્ધ છોટાઉદેપુર પો.સ્ટે. ખાતે ગુન્હો દાખલ કરવામાં આવેલ છે. વધુ તપાસ છોટાઉદેપુર પો.સ્ટે. ખાતે ચાલુ છે.