સુરત-

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં સાર્વજનિક યુનિવર્સિટીની ગ્રાન્ટેડ કોલેજોના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ ગુરુવારે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ખાતે ભેગા થાય કુલપતિનો વિરોધ દર્શાવ્યો હતો. લોકોએ જણાવ્યું હતુ કે, યુનિવર્સિટી દ્વારા અચાનક જ જે તે કોલેજનું જોડાણ રદ કરી બીજી યુનિવર્સિટી સાથે જોડાણ કર્યું છે. આ બાબતનો સખત વિરોધ કરીએ છીએ. યુનિવર્સિટી દ્વારા કોઈને જાણ કર્યા વિના જ કોઈ કોલેજોની મંજૂરી લીધા વિના જ આ રીતે નું જાહેરનામું પાડવું તે ખૂબ જ ખોટી રીત છે. સેનેટ સભ્યોની મિટીંગ કર્યા વગર જ આ રીતે એનો નિર્ણય લઈ શકતી હોય તો આગળ ભવિષ્યમાં શું થશે. તે યુનિવર્સિટીએ વિચારવું જોઈએ. આજ દિન સુધી રાજ્ય સરકાર દ્વારા જે ફી નક્કી કરવામાં આવી હતી તે ફી લેવામાં આવતી હતી અને અચાનક વિદ્યાર્થીઓના ફી પણ વધારી દેવામાં આવી છે. આ બાબતેને લઈને ગુરુવારે સાર્વજનિક એજ્યુકેશનની છ કોલેજો તથા વનિતા વિશ્રામની એક કોલેજ અને બારડોલી ત્રણ કોલેજના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટીના કુલપતિનો વિરોધ દર્શાવામાં આવ્યો હતો. અમે યુનિવર્સિટીના સેનેટ સભ્યોને આવેદન આપીશું.