ભરૂચ, કોરોના મહામારી વચ્ચે મેડિકલ વેસ્ટની સામગ્રી જાહેરમા કોઈ હોસ્પિટલની મેડિકલ ઉઠાવતી વાનમાંથી આ મેડિકલ વેસ્ટ પડ્યો હોય એવું હાલ પૂરતો જાેવાઈ રહ્યું છે જાેનાર વ્યક્તિ જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસથી ઇન્જેક્શન બોટલો બ્લડ વાળા ઇન્જેક્શન માર્ક્‌સ, હેગલોગ્લોસ જેવી વસ્તુઓ જાહેર માર્ગો પર પડી છે આવતા જતા લોકો પણ જાેઈ રહ્યા છે.

આ પ્રકારના મેડીકલ વેસ્ટના કારણે પર્યાવરણને પણ નુકશાન પહોંચે તેવા કૃત્ય થતા હોવાના આક્ષેપ સ્થાનિકોએ કર્યા હતા અને આવા તત્વો સામે જી.પી.સી.બી સહિતના વિભાગો લાલ આંખ કરે અને બેજવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરે તેવી માંગ ઉચ્ચારવામા આવી છે. કોરોના મહામારી વચ્ચે મેડિકલ વેસ્ટની સામગ્રી જાહેરમાં ઠાલવવામાં આવતી હોવાની અનેકો ઘટનાઓ પ્રકાશમાં આવી છે, જેમાં વધુ એક ઘટના આજે ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ નદી કાંઠા પાસેથી સામે આવી હતી, જાહેરમાં કચરાના ઢગ વચ્ચે પીપીઈ કીટ અને ઇન્જેક્શન જેવી મેડિકલ વેસ્ટના ઢગલા કોઈ બેજવાબદાર તત્વો દ્વારા નાંખી જવામાં આવતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્‌યો છે. જાહેરમાં નાખવામાં આવેલ આ પ્રકારના મેડીકલ વેસ્ટના કારણે દુર્ગંધ પ્રસરતા આસપાસ વસતા લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે તેવી સ્થિતીનું સર્જન થયું છે. જાહેરમાં આ પ્રકારે નાંખવામાં આવેલ મેડિકલ વેસ્ટમાં ઢગના કારણે જ્યાં નજીકમાં નર્મદા નદી હોય પર્યાવરણને પણ નુકશાન પહોંચે તેવા કૃત્ય થતા હોવાના આક્ષેપ સ્થાનિકોએ કર્યા હતા અને આવા તત્વો સામે જી.પી.સી.બી સહિતના વિભાગો લાલ આંખ કરે અને બેજવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરે તેવી માંગ ઉચ્ચારવામા આવી છે.