પંજાબ: આંતરરાષ્ટ્રીય બોર્ડર પાસે હેન્ડ ગ્રેનેડ અને ટિફિન બોમ્બ મળી આવ્યા, ડ્રોન હુમલાનું પાકિસ્તાનનું કાવતરું નિષ્ફળ
09, ઓગ્સ્ટ 2021

ચંડીગઢ-

પંજાબના અમૃતસરમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પાસે હેન્ડ ગ્રેનેડ અને ટિફિન બોમ્બ મળી આવ્યા છે. પંજાબના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) દિનકર ગુપ્તાએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, પોલીસને શોધમાં પાંચ હેન્ડ ગ્રેનેડ મળ્યા છે. તેમણે કહ્યું કે, 7-8 ઓગસ્ટની રાત્રે સરહદ પર ડ્રોન પણ જોવા મળ્યા હતા. આ પછી, પંજાબમાં 15 ઓગસ્ટ સુધી હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, "અમને અમૃતસર નજીકના ગામમાંથી 7-8 ઓગસ્ટની મધ્યરાત્રિએ માહિતી મળી હતી કે, સરહદ પારથી એક ડ્રોન આવતો જોવા મળ્યો અને કંઈક પડવાનો અવાજ આવ્યો હતો. અમને શંકાસ્પદ વસ્તુ વિશે પણ માહિતી મળી હતી, જેમાં સાત બેગ IED, હેન્ડ ગ્રેનેડ અને બંદૂકની ગોળીઓ મળી આવી હતી. IED બોમ્બમાં 2થી 4 કિલો RDX ભરવામાં આવ્યો હતો અને તે હાઇ ટેક્નીક વાળા ટાઇમર બોમ્બ હતા, ટીમ દ્વારા તપાસ કરવામાં આવી: 26 રિમોટથી પણ સક્રિય કરી શકાય તેવા બોમ્બ ડિટોનેટર પણ મળી આવ્યા હતા. જબના અમૃતસરમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પાસે હેન્ડ ગ્રેનેડ અને ટિફિન બોમ્બ મળી આવ્યા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution