દિલ્હી-

રાષ્ટ્રપતિ પુતિનના ટીકાકારોને ચૂંટણીમાં ભાગ ન લેવા દેવાયો. ચૂંટણી દરમિયાન ગોટાળાના પણ અહેવાલો સામે આવ્યા હતા. ચૂંટણીપંચ પ્રમાણે બીજા નંબર પર રહેલી કૉમ્યુનિસ્ટ પાર્ટીને ૧૯ ટકા મત મળ્યા છે. કૉમ્યુનિસ્ટ પાર્ટીના મત આઠ ટકા વધ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે દેશની ૪૫૦ બેઠકોવાળી સંસદમાં પુતિનના પક્ષને બે તૃતિયાંશ કરતાં વધુ બહુમતી મળશે. આમ તો રાષ્ટ્રપતિ પુતિનના સત્તા પર આવ્યા બાદ રશિયામાં ચૂંટણીઓ દેખાડા પૂરતી જ રહી ગઈ છે, કારણ કે દેશનાં રાજકીય સમીકરણો પર તેની કોઈ અસર નથી પડતી.

રશિયામાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની યુનાઇટેડ રશિયા પાર્ટીએ સંસદીય ચૂંટણીમાં બહુમત હાંસલ કર્યો છે. જાેકે, પાછલી ચૂંટણીની સરખામણીએ તેમના સમર્થનમાં થોડો ઘટાડો થયો છે. ચૂંટણીમાં મોટા પાયે ગોટાળો થયો હોવાના આરોપ થયા પરંતુ રશિયાના ચૂંટણીપંચે આ આરોપોને ફગાવી દીધા. સંસદીય ચૂંટણીમાં મોટા ભાગના મતોની ગણતરી થઈ ચૂકી છે, પુતિનની યુનાઇટેડ રશિયા પાર્ટીને લગભગ ૫૦ ટકા મત મળ્યા છે સંસદીય ચૂંટણીમાં મોટા ભાગના મતોની ગણતરી થઈ ચૂકી છે, પુતિનની યુનાઇટેડ રશિયા પાર્ટીને લગભગ ૫૦ ટકા મત મળ્યા છે સંસદીય ચૂંટણીમાં મોટા ભાગના મતોની ગણતરી થઈ ચૂકી છે. પુતિનની યુનાઇટેડ રશિયા પાર્ટીને લગભગ ૫૦ ટકા મત મળ્યા છે. પાછલી ચૂંટણીની સરખામણીએ પાર્ટીને મળેલા મતોમાં ઘટાડો થયો છે. વર્ષ ૨૦૧૬માં પુતિનની પાર્ટીને ૫૪ ટકા મત મળ્યા હતા. કૉમ્યુનિસ્ટ પાર્ટીના નેતા ગેન્નાદી ઝ્‌યૂગાનોવે ચૂંટણીમાં મોટા પાયે અનિયમિતતા થઈ હોવાના આરોપ લગાવ્યા છે. એવું માનવામાં આવે છે કે જેલમાં બંધ પુતિનના ટીકાકાર એલેક્સી નવેલની દ્વારા લગાવાયેલ ભ્રષ્ટાચારના આરોપો અને રશિયાના જીવનસ્તરને લઈને વ્યક્ત કરાઈ રહેલ ચિંતાઓને કારણે પુતિનની પાર્ટીનું સમર્થન ઘટ્યું છે. પરંતુ રશિયાના ઘણા બધા લોકોમાં પુતિન હજુ પણ ઘણા લોકપ્રિય નેતા છે. જેમને એવું લાગે છે કે પશ્ચિમના પડકાર સામે પુતિન ટકી રહેલા છે અને તેમને દેશના ગૌરવમાં વધારો કર્યો છે. રશિયાની ચૂંટણીમાં આ વખત ઘણાં શહેરોમાં પ્રથમ વખત ઇલેક્ટ્રોનિક મતદાન થયું. તેમજ ૧૯૯૩ બાદ પ્રથમ વખત એવું થયું છે કે યુરોપિયન સુરક્ષા અને સહયોગ સંગઠન ચૂંટણીના પર્યવેક્ષક રશિયાના અધિકારીઓની પાબંદીઓને કારણે રશિયા ન આવ્યા. એક સ્વતંત્ર દેખરેખ સંસ્થા ગોલોસનું કહેવું છે કે રવિવારે રાત્રિ સુધી મતદાન દરમિયાન અનિમયમિતતાઓના ૪,૫૦૦ મામલા નોંધાયા હતા. રશિયા આ સંસ્થાને 'વિદેશી એજન્ટ' ગણાવે છે. પુતિનના મુખ્ય ટીકાકાર અને વિપક્ષના નેતા એલેક્સી નવેલનીને અગાઉ કાતિલ ઝેર આપવાનો પ્રયાસ થયો હતો, સારવાર બાદ તેઓ સાજા થયા એ પછી એમની પર સરકારે ભ્રષ્ટાચારનો કેસ કર્યો અને હાલ તેઓ જેલમાં છેકોરોના વાઇરસને કારણે મતદાન ત્રણ દિવસ સુધી ચાલ્યું પણ ટીકાકારો અનુસાર લંબાવાયેલું મતદાન પારદર્શક ન રહ્યું અને ગેરરીતિને મોકળું મેદાન મળ્યું. મતદાનમાં અનિયમિતતાના અહેવાલો સમગ્ર રશિયામાંથી મળ્યા છે. જાેકે, ચૂંટણીપંચના વડાનું કહેવું છે કે 'આ ટીકા આયોજનપૂર્વકની ઝુંબેશ છે જેને વિદેશ પૈસા આપે છે.' આ વાત આગળ શું આવશે એનો સંકેત છે. રશિયા ચૂંટણી બાબતની કોઈ પણ આંતરરાષ્ટ્રીય ટીકાને આ રીતે જુએ છેઃ તે પશ્ચિમ તરફ આંગળી ચીંધીને કહે છે કે આ બધું રશિયાને બદનામ કરવા માટેનું વિદેશી કાવતરું છે.