સંજેલી,  સંજેલી બાઇપાસ પ્રતાપપુરા રોડ પર રાત્રે ફરજ દરમિયાન હોમગાર્ડ જવાનોએ દારૂ પકડયા બાદ સ્થાનિક પોલીસની આબરૂના ધજાગરા ઉડતા પોઈન્ટઓ બંધ કર્યા જેથી બુટલેગરોને મોકળું મેદાન મળ્યું છે. ચોરી લૂંટફાટ અને દારૂની હેરાફેરીનો સ્થાનિક લોકોમાં ભય જાેવા મળ્યો હતો. રોલ કોલ દરમિયાન તાલુકા ઓફિસર કમાન્ડિંગ સહિત દારૂની ગાડી પકડનાર છ જવાનોને સ્થાનિક પીએસઆઇ ધમકી આપી તગેડી મુક્યા હતા. સંજેલી તાલુકામાં વર્ષોથી હોમગાર્ડ જવાનો બાયપાસ સહિત વિસ્તારોમાં રાત્રી દરમિયાન ૯૬ જેટલા હોમગાર્ડ જવાનો ૩૨ કોરોના મહામારીમાં પણ ના જવાનું હોય પોઇન્ટ પર ફરજ બજાવે છે. કોરોનામાં પણ આ જવાનોએ નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવી હતી. જેથી ચોરી જેવા બનાવો નહિવત પ્રમાણમાં જાેવા મળે છે. પરંતુ બાયપાસ રોડ પર રાત્રી દરમિયાન દારૂ ભરેલા વાહનોની અવર જવર વધતા બુટલેગરો બેફામ બન્યા હતા. જેમાં ૧૫ દિવસ અગાઉ સંજેલી બાઇપાસ રોડ પણ પોઈન્ટઓ પરના હોમગાર્ડ જવાનો દ્વારા ૨૧મી જૂનને સોમવારે રાત્રી દરમિયાન પ્રતાપપુરા પાસેથી નંબર વગરની દારૂ ભરેલી ગાડી સાથે બે ખેપિયાઓને ઝડપી પાડી પોલીસને હવાલે કર્યા હતા. સંજેલી બાઇપાસ રોડ પર હોમગાર્ડ કમાન્ડિંગની માધ્યમિક શાળા સહિત ત્રણ માધ્યમિક શાળાઓ, ૩ પેટ્રોલ પમ્પ, સરપંચનું તેમજ ન્યાય સમિતિના ચેરમેનનું નિવાસસ્થાન, તાલુકા વિકાસ અધિકારીનું ભાડાનું મકાન સહિત રહેણાંક વિસ્તારો આવેલા છે. તેમ છતાં પણ સ્થાનિક પોલીસ સબ ઇન્સ્પેક્ટરએ પોતાની સત્તાના નશામાં ડૂબી હોમગાર્ડ જવાનોનો પોઈન્ટઓ બંધ કરતા પીએસઆઇની કામગીરી સામે અનેક પ્રશ્નાર્થ ખડા થયા હતા. હોમગાર્ડ જવાની મંજૂરી આવે તેમને રાખું છું તેઓને મારે દિવસે બોલાવવા કે રાત્રે એ મારો વિષય છે નોકરી ન કરે તો તગેડી મુકુ સંજેલીમાં વધુ હોમગાર્ડ જવાનોની જરૂર નથી જી.આર.ડી.ના જવાનો આવે છે આ બધી મેટર પતી ગઈ છે વર્ષો થઈ ગયા.