દક્ષિણ ગુજરાત કામદાર મહામંડળ દ્વારા પડતર પ્રશ્નોની રજૂઆત કરાઈ
03, એપ્રીલ 2021

માંડવી. તારીખ ૦૧-૦૪-૨૦૨૧ નાં રોજ દક્ષિણ ગુજરાત ની ૨૨ નગરપાલિકાઓનાં સફાઈ કામદારો ના પડતર પ્રશ્નો જેવાકે સફાઈકામદારોની વષોથી ખાલી પડેલ જગ્યા ઓ ભરવા, છઠ્ઠો પગાર પંચ તથા એરિયસ ચૂકવવા, રીટાયર સફાઈ કામદારોને પેંશન આપવા સહીત ના પડતલ પ્રશ્નોનાં નિરાકરણ હેતુ ગુજરાત સફાઈ કામદાર મહામંડળનાં પ્રદેશ પ્રમુખ કસ્તુરભાઈ મકવાણાની અધ્યક્ષતા માં સુરત પ્રાદેશિક કમિશનરની કચેરી ખાતે અધિક કલેકટર મંગલપરા સાહેબ તથા ચીફ ઓફીસર વર્ગ-એ પારસભાઈ મકવાણા અને અધિકારીઓની હાજરીમાં તમામ પડતર પ્રશ્નોની રાજુવાત કરવામાં આવી હતી. ત્યાં ઉપસ્થિત અધિકારીઓ દ્વારા તમામ પડતર પ્રશ્નોનો ઉકેલ લાવી આપવાનું જણાવતા સૌમાં આનંદની લહેર વ્યાપી હતી. આ કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાત સફાઈ કામદાર મહામંડળનાં હોદ્દેદારો અને કાર્યકરોએ મોટા પ્રમાણમાં હાજરી આપી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution