વડોદરા, તા.૫

મતદાન પ્રક્રિયા સમયે દિવ્યાંગ ,સિનિયર સિટીઝનો સહિતના વ્યક્તિઓ માટે તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. પરંતુ કેટલાક સ્થળોએ વ્યવસ્થા નહી હોંવાની ફરિયાદ ઉઠતા લોકોએ તંત્ર વિરુદ્ધ નારાજગી જાેવા મળી હતી.

તંત્ર દ્વારા સગર્ભાઓ,૮૦ વયોવૃદ્ધ ,દિવ્યાંગ મતદારોને મતદાન માટે અગ્રતા આપવામાં આવી છે. અને તેમને મથક સુધી પહોંચાડવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.ઉપરાંત મતદાન મથકો પર વ્હિલચેર સહિતની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી હતી. પરંતુ કેટલાક મતદાન મથકો પર તંત્રની સુવિધામાં નહી હોંવાની ફરિયાદ પણ સામે આવી હતી. શહેરના ભુતડીઝાંપાથી કારેલીબાગ વિસ્તારને જાેડતા માર્ગ ઉપર આવેલ રામદેવપીર ની ચાલીમાં વસતા ૮૨ વર્ષના સોમવતી રામાશંકર મૌર્ય ચાલી શકતા ન હોવાથી તેમના પુત્રએ તંત્રનો સંપર્ક સાંધ્યો હતો. પરંતુ તેમના પરિવહન માટે કોઈ સુવિધા ઉપલબ્ધ ન થતા તંત્રના આયોજન સામે નારાજગી દર્શાવી હતી.ઉપરાંત અનેક મતદાન મથકો પર વૃદ્ધ મતદારોને મતદાન મથક સુઘી જવા માટે વ્હીલચેર કે કોઈ સાઘનની વ્યવસ્થા નહી હોંવાથી નારાજગી વ્યક્ત કરી હતી.અને આવા કેટલાક મતદારોને તેમના સ્વજનોને અન્ય સાઘનોના ઉપયોગ કરીને મતદાન માટે લઈ આવતા જાેવા મળ્યા હતા.