આજીડેમ નજીકના રાધામીરા ઇન્ડ. એરિયામાંથી નકલી ડોક્ટર ઝડપાયો
01, મે 2022

રાજકોટ, ડિગ્રી વિનાના ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે અને લોકોના જીવન સાથે ચેંડા કરી રહ્યાં હોવાની માહિતી મળી રહી છે ત્યારે આવો જ એક નકલી ડોક્ટર રાજકોટ પોલીસના હાથે ઝડપાઇ ગયો છે. ચેડાં કરી રહ્યાની હકીકત મળતાં થોરાળા પોલીસ સ્ટેશનના પીઆઇની ટીમ દોડી ગઇ હતી. પોલીસ પહોંચી ત્યારે અશોક ભરડવા) ત્યાંથી મળી આવ્યો હતો, અશોકે શરૂઆતમાં તો પોતાની ઓળખ ડોક્ટર તરીકે આપી હતી પરંતુ આગવીઢબે પૂછપરછ કરતાં ભાંગી પડ્યો અને હકીકત સ્વીકારી હતી.પેડક રોડ પરના બ્રાહ્મણિયાપરામાં રહેતો અશોક ભરડવા ૨૫ વર્ષથી આશીર્વાદ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ તરીકે કામ કરતો હતો, પૈસા કમાવવાની લાલચ જાગી હતી અને સાતેક મહિનાથી ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં રૂમ ભાડે રાખી દવાખાનું ચાલુ કરી દીધું હતું, તે દર્દીઓને ઇન્જેક્શન અને એલોપેથી દવા પણ આપતો. પોલીસે દવા સહિત કુલ રૂ.૭૨૨૬નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution