રાહુલ બજાજ એ ચેરમેન પદેથી રાજીનામુ આપ્યું, હવે આમની અધ્યક્ષ તરીકે કરાઈ નિયુકતી
29, એપ્રીલ 2021

દિલ્હી-

બજાજ ઓટોએ જાહેરાત કરી કે રાહુલ બજાજ કંપનીના બિન-કાર્યકારી નિયામક અને અધ્યક્ષ પદથી રાજીનામું આપી દીધું છે. તેઓ 1 મેથી અમલમાં આવતા પાંચ વર્ષના ગાળા માટે ઓટો મેજરના ચેરમેન એમિરેટસતરીકે નિયુક્ત થયા છે.

રાહુલ બજાજની જગ્યા નીરજ બજાજ લેશે, રાહુલ બજાજ હાલમાં નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. 30 એપ્રિલ 2021 થી તેઓ બિન-કાર્યકારી નિર્દેશક અને અધ્યક્ષ પદ છોડશે. એક્સચેંજ ફાઇલિંગમાં કંપનીએ કહ્યું કે બજાજ ઓટોના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નીરજ બજાજની પહેલી મેથી તેના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. બજાજ ઓટોએ કહ્યું છે કે, રાહુલ બજાજે 1972 થી કંપનીના સુકાની રહ્યા છે અને પાંચ દાયકાથી બજાજ ગ્રુપના કાર્યભાર પર કાર્યરત છે, તેમણે તેમની ઉંમરને ધ્યાનમાં રાખીને રાજીનામું આપ્યું છે. તેમનું રાજીનામું 30 એપ્રિલ, 2021 ના રોજ બાદથી અમલમાં આવશે.

"1 મેથી, રાહુલ બજાજને પાંચ વર્ષ માટે બજાજ ઓટો અધ્યક્ષ એમિરેટસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કંપની દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે શ્રી રાહુલ બજાજે છેલ્લાં પાંચ દાયકામાં કંપની અને ગ્રુપની સફળતામાં મોટું યોગદાન છે. તેમના જબરદસ્ત અનુભવ અને તેમના જ્ઞાન, કંપનીના હિતમાં તેમની સુજબુજ અને સમયાંતરે સલાહકાર સાથે માર્ગદર્શક તરીકેની તેમની ભૂમિકાને જોતા, બોર્ડ ઓફ ડિરેક્ટર્સે રાહુલ બજાજને 1 મે 2021 થી કંપનીના અધ્યક્ષ એમિરેટસ તરીકે નિયુક્ત કર્યા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution