આપણે ભારતમાં હાલ ક્રિકેટને રિસ્ટાર્ટ કરવાની સ્થિતિમાં નથી: રાહુલ દ્રવિડ
21, જુન 2020

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને નેશનલ ક્રિકેટ એકેડમીના ચીફ રાહુલ દ્રવિડના મચે કોરોના વાયરસનો સામનો કરી રહેલા ભારતમાં આપણે એવી સ્થિતિમાં હજુ સુધી પહોંચ્યા નથી જ્યાંથી ક્રિકેટ શરૂ કરવા પર વિચાર કરી શકાય. તેમણે જણાવ્યું કે, હાલ આપણે 'વેટ એન્ડ વોચ'ની નીતિ અપનાવવી જોઈએ.

ટેસ્ટ ક્રિકેટમાં 'ધ વોલ'ના નામથી જાણીતા દ્વવિડે જણાવ્યું કે, મને નથી લાગતું કે આપણે ક્રિકેટને ફરીથી શરૂ કરવાની સ્થિતિમાં છીએ. હાલ આપણે ધૈર્ય રાખવું જોઈએ અને રાહ જોવી જોઈએ. આપણે દરેક મહિનાની આની સમીક્ષા કરવી પડશે. આપણે તમામ વિકલ્પો પર વિચાર કરવું પડશે. જો ઘરેલુ ક્ષત્ર ઓક્ટોબરથી શરૂ થઈ જાય, જે સામાન્ય રીતે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં પણ શરૂ જાય છે તો જોવું પડશે કે શું આ વખતે સીઝનને ટૂંકાવી શકાય છે.દ્રવિડે જણાવ્યું છે કે, હાલ બધુ જ અનિશ્ચિત છે. આ વખતે કેટલી ક્રિકેટ રમાશે અને રમવા માટે શું-શું જરૂરી હશે આ બધુ સરકાર અને મેડિકલ એક્સપર્ટની ગાઈડલાન્સ પર નિર્ભર હશે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution