સુરત-

રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચાર દરમિયાન મોદી સમાજ પર વિવાદિત ટિપ્પણી કરી હતી. રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈ સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ તેના વિરુદ્ધ માનહાનિનો દાવો કર્યો છે. જેને લઈને આજે 24 જૂને રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજરી આપી છે. રાહુલ ગાંધી માનહાનિમા કેસમાં કોર્ટમાં નિવેદન આપી, મોદી સમાજ પર વિવાદિત ટિપ્પણીને લઈ સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા કરવામાં આવેલા આરોપો નકાર્યા છે. આ મામલે 12 જુલાઈના રોજ ફરીથી દલીલો થશે.

13 એપ્રિલ 2019માં કર્ણાટકના કોલારમાં લોકસભાની ચૂંટણી પ્રચાર સભામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સમાજ વિરુદ્ધ ટીપ્પણી કરી હતી. જેને લઈને સુરતી મોઢવણિક સમાજના પ્રમુખ તથા સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ સુરતના ચીફ કૉર્ટમાં માનહાનિનો દાવો કર્યો છે. હાલમાં સુરતની ચીફ કોર્ટમાં ચાલતી આ કેસની કાર્યવાહી દરમિયાન અગાઉ રાહુલ ગાંધીએ સુરત કોર્ટમાં હાજર રહીને ગુનાના આક્ષેપોને નકારી કેસ કાર્યવાહીનો સામનો કરવાની તૈયારી દાખવી હતી. આ કેસની વધુ સુનવણી માટે આજે 24 જૂને રાહુલ ગાંધી સુરત આવી ગયા છે. સવારે 11 વાગ્યાથી કોર્ટમાં કેસને લઈ સુનવણી હાથ ધરવામાં આવશે. રાહુલ ગાંધીના આગમન પૂર્વ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સુરત આવી પહોચ્યા હતા. અમિત ચાવડા, પરેશ ધનાણી સહિતના નેતાઓ આવી પહોચ્યા હતા. સુરતના કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો સાથે બેઠક પણ યોજાઈ હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે સુરતમાં કોર્ટ સમક્ષ હાજરી આપી છે. રાહુલ ગાંધી માનહાનિમા કેસમાં કોર્ટમાં નિવેદન આપી, મોદી સમાજ પર વિવાદિત ટિપ્પણીને લઈ સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા કરવામાં આવેલા આરોપો નકાર્યા છે.