રાહુલ ગાંધીએ PM મોદી પર કર્યો કટાક્ષ, કહ્યુ- 'અસત્યાગ્રહી'
11, જુલાઈ 2020

નવી દિલ્હી-

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મધ્ય પ્રદેશના રેવામાં એક સૌર ઉર્જા પરિયોજનાને એશિયાની સૌથી મોટી પરિયોજના બતાવવા માટે શનિવારે PM નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે.રાહુલે વડાપ્રધાન કાર્યાલયના એક ટ્વીટને રિટ્વીટ કરતા કહ્યું કે, 'અસત્યાગ્રહી'

રીવા સોલાર પ્રોજેક્ટનાં ઉદ્ઘાટન પછી પીએમઓનાં ટ્વીટમાં કહેવામાં આવ્યું કે, આજે રીવાએ ખરેખર ઇતિહાસ રચ્યો છે. રીવાની ઓળખ માતા નર્મદાનાં નામથી અને સફેદ વાઘનાં નામથી થાય છે. હવે એશિયાનાં સૌથી મોટા સોલર પાવર પ્રોજેક્ટનું નામ પણ જોડાઇ ગયુ છે. કોંગ્રેસનાં ઘણા નેતાઓએ આ અંગે સવાલો ઉભા કર્યા છે.

વડાપ્રધાને શુક્રવારે મધ્યપ્રદેશના રેવામાં 750 મેગાવોટની પરિયોજનાનો વીડિયો કોન્ફરન્સના માધ્યમથી શુભારંભ કરાવ્યો હતો અને કહ્યું કે, રેવાનો આ સૌર ઉર્જા પ્લાન્ટ આખા ક્ષેત્રને ઊર્જાનું મોટું કેન્દ્ર બનાવવામાં મદદ કરશે. આજે રેવાએ ખરેખર ઇતિહાસ રચી દીધો છે. રેવાની ઓળખ માતા નર્મદા અને સફેદ વાધ તરીકે થઈ છે. હવે એશિયાના સૌથી મોટા સોલર પાવર પ્રોજેક્ટનું નામ પણ આમાં જોડાઇ ગયું છે.

એશિયાનાં સૌથી મોટા 750 મેગાવોટનાં સોલાર પ્લાન્ટનું લોકાર્પણ રીવામાં થયું છે. ત્યારે કર્ણાટકનાં પાવગડામાં તે 2 હજાર મેગાવોટનો સોલાર પ્લાન્ટ વિશે શું કહીએ, જેને કર્ણાટકની કોંગ્રેસ સરકારે 3 વર્ષમાં બંધાવ્યો હતો અને 2018 થી તે કામ પણ કરી રહ્યો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution