દિલ્હી-

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ માછીમારો સાથે તેમના જીવનને નજીકથી જોવા માટે દરિયામાં ડૂબકી લગાવી હતી. હોડીમાં પહેલાં તે કેરળના કોલ્લમ કાંઠે સમુદ્રમાં ગયા હતા અને જ્યારે માછીમારો માછીમારી માટે જાળી નાખી હતી ત્યારે તે બાકીના માછીમારોની સાથે પાણીમાં ડુબકી પણ લગાવી હતી તેઓએ માછીમારો સાથે માછલી પણ પકડી. રાહુલ કાંઠે પહોંચતા પહેલા લગભગ 10 મિનિટ માછીમારો સાથે પાણીમાં રહ્યા હતા.

જ્યારે રાહુલે જોયું કે માછલી પકડવા માટે જાળી મૂક્યા પછી કેટલાક માછીમારો હોડીમાંથી દરિયામાં કૂદી પડ્યા હતા, ત્યારે તે પણ પાણીમાં કુદ્યા હતા. તે સમયે રાહુલ પાસે બોટ પર અંગત સુરક્ષા અધિકારી પણ હતા. તેમની સાથે હાજર રહેલા કોંગ્રેસના એક અધિકારીએ કહ્યું કે, તેમના સાથીદારો પાણીની નીચે જાળીને યોગ્ય રીતે ફેલાવી રહ્યા છે તે અંગેની જાણ થતાં રાહુલ પણ દરિયામાં ઉતર્યા હતા.

અધિકારીએ કહ્યું, "તે અમને કહ્યા વગર જ પાણીમાં જતા રહ્યા હતા ... અમે બધા સ્તબ્ધ થઈ ગયા પણ તેમના માટે તે સહજ હતું. તે લગભગ 10 મિનિટ પાણીમાં રહ્યા. તે એક સારા તરણવીર છે. બાદમાં રાહુલે સુદ્રામાં ડૂબકી લેવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં રાહુલ વાદળી ટી-શર્ટ અને ખાકી ટ્રાઉઝર પહેરેલો સમુદ્રમાં નહાતો જોવા મળી રહ્યો છે.

થાન્ગાસેરી દરિયાકાંઠે પરત ફર્યા પછી રાહુલે તેના ભીના કપડાં બદલી નાખ્યા. તે સમયે બોટમાં 23 માછીમારો હતા. રાહુલ સાથે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી કેસી વેણુગોપાલ અને ટી.એન.પ્રતાપન સહિત પક્ષના ચાર નેતાઓ પણ હતા. માછીમારોએ રાહુલને બ્રેડ અને માછલીની કાઢી ખવડાવી, જે તેણે બોટ પર બનાવી હતી.