સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ વચ્ચે રેલવે વ્યવહાર પ્રભાવિત
14, સપ્ટેમ્બર 2021

અમદાવાદ-

પશ્ચિમ રેલવેના રાજકોટ મંડળમાં ભારે વરસાદને પગલે અનેક જગ્યાએ પાણી ભરાયા હોવાથી રેલ સેવા પ્રભાવિત થઈ છે. જેમાં કેટલીક ટ્રેન રદ તો કેટલીક રિશિડયુલ કરવામાં આવી છે. જ્યારે અમુક ટ્રેનોનું માર્ગ પરિવર્તન કરાયું છે. રાજકોટ સ્ટેશન પર ફસાયેલા પ્રવાસીઓને રેલવે દ્વારા પાણી અને ફૂડ પેકેટ પૂરા પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત રેલવે પ્રવાસીઓને નવા અપડેટ માટે www.enquiry.indianrail.gov.in પર આ વિસ્તારોમાં પ્રવાસ પહેલા અપડેટ જાણી લેવા માટે જણાવવામાં આવ્યું હતું. રાજ્યભરમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. ત્યારે અનેક શહેરમાં વરસાદના કારણે રેલવે સેવા પ્રભાવિત થઈ છે. રાજકોટ મંડળમાં ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે. કેટલીક જગ્યાએ ટ્રેનો રદ થઈ તો કેટલીક જગ્યાએ ટ્રેનનો માર્ગ બદલવામાં આવ્યો છે.



© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution