વડોદરા : જુનાપાદરારોડ પર મનીષા ચોકડી પાસે આવેલા ઉદયનગર મકાન નં-૧૬માં રીઢો આરોપી તુષાર પુરોહિત ભાડાની ઓફીસ રાખી તેના સાગરીતો સાથે ન્યુ દિલ્હી રેલ્વે રીક્રુટમેન્ટ રેલ્વે કોર્ટના નામે રેલ્વેમાં જુદી જુદી જગ્યાઓ માટે નોકરી અપાવવાના પ્રલોભનો આપી ઉમેદવારોના રેલ્વેના અરજી ફોર્મ ભરાવી, પરીક્ષાનુ આયોજન કરી અને રેલ્વેમાં જુદી જગ્યાઓના નિમણૂક પત્રો આપી ઉમેદવારો પાસેથી મોટી રકમ પાડવી ઉમેદવારો સાથે ઠગાઇ કરી રહ્યો છે તેવી એસઓજી પીઆઈ વી.બી.આલને આ બાતમી મળી હતી. આ બાતમીના પગલે પીઆઈ એમ આર સોલંકી સહિતના તુષારની ઓફિસમાં દરોડો પાડ્યો હતો અને ઓફીસમાં બેઠેલા (૧) તુષાર યોગેશ પુરોહીત રહે.અમૃતવીલા એપાર્ટમેન્ટ, મ.નં- ર૬૭,નવરંગપુરા, અમદાવાદ મુળ રહે.રાજપીપલા ,નવા પુરા સ્ટેટ,જેલ રોડ, રાજપીપીલા તા.રાજપીપળા જી.નર્મદા (ર) કૌશલકુમાર ઘનશ્યામભાઇ પારેખ ઉ.વ.૪૦ રહે.બી/૪૧,મધુકુજ સોસા.,રાધિકા સોસા.સામે, વાસણારોડ, વડોદરા અને (૩) દીલીપભાઇ સોમાભાઇ સોલંકી ઉ.વ.૪૬ રહે.કણબીપાલી , પટેલ ફળીયુ,તા.ઘોધંબા જી.પંચમહાલને ઝડપી પાડ્યા હતા. પ્રાથમિક પુછપરછમાં જ આ ત્રણેયે જણાવ્યું હતું કે તેઓએ ભારત સરકાર રેલ વિભાગ,કેન્દ્ર સરકારના કર્મચારીઓના ખોટા હોદૃાઓ ધારણ કરી,ભારત સરકાર ,રેલ મંત્રાલય આયોજીત,રેલ્વે કોર્ટ વિભાગમાં જુદી જુદી જગ્યાઓ માટેની જાહેરાત કરી, ઉમેદવારો શોધી તેઓને ભારત સરકાર,રેલ્વે કોર્ટ વિભાગમાં પી.એસ.ઓ.,કલાર્ક, ડીઆરએમ,પર્સલન આસી.વિગેરે જગ્યાઓની નોકરી આપવાની પાકી ખાત્રી આપીને વ્યકિત દીઠ રુા.૭૦ હજારથી રુા.પ લાખ સુધી પડાવ્યા છે. તેઓ ઉમેદવારોને અરજી ફોર્મ ભરાવી,દિલ્હી ખાતે કોન્ફરન્સ રુમ બુક કરાવી, રેલ્વે ભરતીબોર્ડની પરીક્ષાઓનુ આયોજન કરી, રેલ્વે કોર્ટ વિભાગમાં જુદી જુદી જગ્યાઓ માટે ઉમેદવારોનુ સિલેકશન લીસ્ટ બહાર પાડી અત્યાર સુધી કુલ-પ૪ જેટલા ઉમેદવારો પાસેથી આશરે રુા.૧ કરોડ પાડવી ઉમેદવારો સાથે વિશ્વાસઘાત તેમજ ઠગાઇ કરી છેતરપીંડી કરી છે. આ કબુલાતના પગલે પોલીસે ત્રણેયની અટકાયત કરી તેઓના અન્ય બે સાગરીતો (૧) ગુજુભાઇ (ર) રાજુભાઇ જેની દુકાન નં-૧૧,આર.ટી.ઓ.સ્ટેટ ચાર રસ્તા ,દીલ્હી પોલીસ ભવનની સામે, દિલ્હીમાં છે તેઓને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે ઠગ ત્રિપુટી પાસેથી ૫૦ હજારની મત્તા જપ્ત કરી હતી. 

આરોપીઓ પાસેથી જંગી દસ્તાવેજાે મળ્યાં

પોલીસે ઠગ ત્રિપુટી પાસેથી રેલ્વેનુ આઇકાર્ડ-ર, રેલ્વેના લોગોવાળા જુદી જુદી વ્યકિતઓના આઇકાર્ડ-૧૧,નેઇમ પ્લોટો-૪ ,રેલ્વે કોર્ટ,ન્યુ દીલ્હીના ટ્રેનિગ સર્ટીઓ-૧પ,સર્ટીફીકેટ-૪,રેલ્વેમાં નોકરીના ઉમેદવારોના ઓર્ડર-પ,રેલ્વેની પરીક્ષાને લગત પરીક્ષાપત્રો-ર,સુચના પરીપત્રો-૬,ઉમેદવારોના લીસ્ટ-૧૦,ખાખી કવરો-૧ર,ઉમેદવારી લીસ્ટ-૧,ખાખી કવરો-૧૦, રેલ મંત્રાલયનુ સિલકેટેડ મેરીટ લીસ્ટ-૧,પ.રેલ્વે વિભાગના લોગોવાળી ફાઇલો-૬ ,તથા ભારત રેલ્વે ,અમદાવાદના લોગોવાળી ફાઇલો-૭૦,રેલવેની ડાયરીઓ,વાઉચરબુક,રીસીપ્ટબુકો,આઇકાર્ડ દોરી-૬૦,રેલ્વે વિભાગ,હાઇકોર્ટ ગુજરાત,શિક્ષણ વિભાગ સરકારી કચેરીના રબર સ્ટેમ્પ નંગ-ર૭,પેઇડ-૧,નેઇમ પ્લેટ-૩,શિક્ષણ બોર્ડનુ ગુણપત્રક-૧,પશ્ચિમ રેલ્વે વિભાગની ડાયરી નંગ-પ,રેલ્વેમાં હોદાવાળુ વિઝીટીગ કાર્ડ બોક્ષ-૧,રેલ્વેના કોરા કવરો-પ૦,લાઇટબીલ-૧, રેલ મંત્રાલયના લોગો વાળુ આઇકાર્ડ જપ્ત કર્યું હતું.

જયપુરની હોટલમાં બોગસ પરીક્ષા યોજી જાેબલેટર પણ આપી દેતો

તુષાર પુરોહીતનાઓ રેલ્વે રીક્રુટમેન્ટ બોર્ડના નામે ભારત સરકાર,રેલ મંત્રાલયમાંથી ઉમેદવારોની ભરતી થાય છે તે પ્રક્રીયાની કાર્યવાહીથી

સંપુર્ણ વાકેફ તે પોતાના ઇમેઇલ આઇડીથી ઉમેદવારોને ઓન લાઇન ફોર્મ ભરાવી,ઉમેદવારોની રેલ્વેમાં ભરતી અંગેની દીલ્હી,જયપુર ખાતે હોટલ ભાડે રાખી પરીક્ષાનુ આયોજન કરાવતો હતો તેમજ મુબઇ અને દિલ્હી ખાતે ઉમેદવારોને રેલ મંત્રાલયની વિવિધ કચેરીઓની વિઝિટ કરાવી ,જીલ્લા વાઇઝ રેલવેમાં પરીક્ષાના ટયુશન કલાસ ચલાવી ઉમેદવારો પાસેથી રુા.૭૦ હજારથી પ લાખ સુધીની રકમ મેળવી,ઓળખીતા એકાઉન્ટમાં જમા કરાવી બાદમાં પોતે મેળવી ,તે બાદ ઉમેદવારોને રેલ મંત્રાલય કોર્ટ ભરતી અંગેના સિલેકશન લીસ્ટ બહાર પાડી,ઉમેદવારોને રેલવે કોર્ટ ભરતીમાં પી.એસ.ઓ.,કલાર્ક, ડીઆરએમ,પર્સલન આસી.વિગેરેના જોબલેટરો આપી જુદી જુદી જગ્યાઓએ ભાડેથી ઓફીસો રાખી, રેલ્વે ભરતી બોર્ડનુ કૌભાડ આચર્યું છે.

માસ્ટર માઈન્ડ તુષાર કોર્ટમાં ૨૨ લાખ ડિપોઝિટ જમા કરી જામીનમુક્ત થયો છે

આરોપી તુષાર પુરોહીત રેલ્વે ભરતી કૌભાંડનો માસ્ટર માઇન્ડ રીઢો આરોપી છે અને તે સાત વર્ષથી બોગસ રેલવે ભર્તી કૈાભાંડ આચરી રહ્યો છે. તેની વિરુધ્ધ અગાઉ પણ સીટી પોલીસ સ્ટેશનમાં-સને ર૦૧૪માં, જવાહરનગર પો.સ્ટે.માં -સને-ર૦૧પમાં અને બાપોદ પોલીસ સ્ટેશનમાં સને ર૦૧૯માં આવા જ પ્રકારના રેલ્વે ભરતી કૌભાંડના ગુનાઓ નોધાયેલ છે.જેમાં બાપોદ પો.સ્ટે.ના ગુનામાં તે હાઈકોર્ટમાં રુા.રર લાખ ડીપોઝીટ જમા કરાવી જામીન ઉપર મુકત થતાં ચાલુ વર્ષે તેની આ ફરીથી રેલ્વે ભરતી કૌભાંડ આચર્યુ છે.